Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતને બીજો મેડલ, મનુ ભાકર-સરબજોત સિંહે જીત્યો બ્રોન્ઝ
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે બીજો મેડલ જીત્યો છે. મંગળવારે, 10 મીટર એર પિસ્તોલ મિક્સ સ્પર્ધામાં સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ જીત્યો.
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતે બીજો મેડલ જીત્યો છે. મંગળવારે, 10 મીટર એર પિસ્તોલ મિક્સ સ્પર્ધામાં સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ જીત્યો. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાના ઓહ યે જિન અને લી વોન્હોને 16-10થી હરાવ્યું હતું.
Paris Olympics 2024 | Shooters Manu Bhaker and Sarabjot Singh win Bronze medal in 10m Air Pistol Mixed team event pic.twitter.com/FIbf0dTKDP
— ANI (@ANI) July 30, 2024
ભારતે એકંદરે આઠ રાઉન્ડ જીત્યા, જ્યારે કોરિયાએ પાંચ રાઉન્ડ જીત્યા. આ સ્પર્ધામાં, 16 પોઈન્ટ મેળવનારી પ્રથમ ટીમ જીતે છે. આ સાથે મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. તે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. નોર્મન પ્રિચાર્ડે વર્ષ 1900માં બે મેડલ જીત્યા હતા, પરંતુ તેઓ મૂળ બ્રિટિશ હતા.
બીજો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બીજો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ વખતે મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મિકસ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ ઈવેન્ટમાં મનુની સાથે સરબજોત સિંહ તેની ટીમમાં સામેલ હતો. આઝાદી પછી, મનુ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. આ પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલની સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.
મનુ-સરબજોતની જોડીએ પેરિસમાં કરી કમાલ
બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયન જોડી સાથે મનુ અને સરબજોતની લડાઈ આસાન નહોતી. કોરિયાએ પ્રથમ સેટ જીતીને આ મેચની શરૂઆત કરી હતી. જો કે તે પછી મનુ અને સરબજોતે સતત 5 સેટ જીત્યા હતા. કોરિયાએ ફરીથી મેચમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મનુ અને સરબજોતની એકાગ્રતાએ તેમને હંફાવી દીધા અને અંતે મેડલ ભારતના નામ થયો.
અગાઉ, મનુ ભાકર અને સરબજોત સિંહે 29 જુલાઈના રોજ 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું હતું. આ બંનેએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 20 પરફેક્ટ શોટ બનાવ્યા હતા અને તેના દ્વારા તેમણે 580 પોઈન્ટ મેળવ્યા હતા.
મનુ ભાકરે ટોક્યોની નિષ્ફળતાને પેરિસમાં પાછળ છોડી
મનુ ભાકર પેરિસમાં તેની બીજી ઓલિમ્પિક રમી રહી છે. અગાઉ, જ્યારે તેણે ટોક્યોમાં ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તેને ત્યાંથી ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું. ટોક્યોમાં મનુ ભાકરની નિષ્ફળતાનું કારણ તેની નબળી રમત નહીં પરંતુ પિસ્તોલમાં ટેકનિકલ ખામી હતી. ટોક્યોમાં નિષ્ફળતા બાદ મનુને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, સારી વાત એ છે કે મનુ ભાકર પેરિસથી ખાલી હાથ પરત નથી આવી રહી.તેણે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલ ખાતું પણ ખોલ્યું છે.