શોધખોળ કરો

જર્મની સામેની ઐતિહાસિક જીતના આ 5 હીરો, ભારતે માત્ર 9 મિનિટમાં 4 ગોલ ફટકારીને કઈ રીતે પછાડ્યું જર્મનીને ? જાણો વિગત

પ્રથમ ક્વાર્ટરના અંતે જર્મનીએ ભારત ઉપર 0-1ની લીડ જાળવી રાખી હતી.

Tokyo Olympics 2020: ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને  ઈતિહાસ રચી દીધો છે. ભારતે જર્મનીને 5-4 થી હરાવ્યું છે અને 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. ભારતે છેલ્લે 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરનના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતની આ ઐતિહાસિક જીતના હીરો ભારત માટે સિમરનજતીસિંહ, હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહ અને ગોલકીપર શ્રીજેશ હતા. ભારત વતી સિમરનજીત સિંહે બે ગોલ કર્યા હતા જ્યારે હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક -એક ગોલ કરીને આ મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.

ભારતે આ મેચમાં ખરાબ શરૂઆત કરી હતી.  જર્મનીએ મેચની પ્રથમ મિનિટમાં ગોલ કરીને 0-1ની લીડ મેળવી હતી. જર્મની માટે તૈમુર ઓરુઝે ગોલ કર્યો હતો. ભારતને પાંચમી મિનિટે ગોલ કરવાની તક મળી પરંતુ રૂપિન્દર પાલ સિંહ પેનલ્ટી કોર્નરને ગોલમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

પ્રથમ ક્વાર્ટરના અંતે જર્મનીએ ભારત ઉપર 0-1ની લીડ જાળવી રાખી હતી. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારત વતી  17મી મિનિટે સિમરનજીત સિંહે શાનદાર ફિલ્ડ ગોલ કરીને મેચ 1-1ની બરાબરી પર લાવી દીધી. જર્મનીએ એ પછી બે મિનિટના ગાળામાં બે ગોલ કરીને ભારત પર 1-3ની લીડ મેળવી લીધી.

હાર્દિક સિંહે 26મી મિનિટે પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને સ્કોર 2-3 કરી દીધો. હરમનપ્રીત સિંહની ડ્રેગ-ફ્લિકને જર્મન ગોલકીપરે રોકી હતી પરંતુ હાર્દિક સિંહે ફરીથી રિબાઉન્ડ પર ગોલ કર્યો હતો. 28મી મિનિટે ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો, આ વખતે હરમનપ્રીત સિંહની ડ્રેગ ફ્લિકે ભારતને 3-3થી આગળ કરી દીધું.

ત્રીજા ક્વાર્ટરમાં, ભારત વતી રૂપિન્દર પાલ સિંહે 31 મી મિનિટે ચોથો ગોલ કર્યો હતો. ત્રણ મિનિટ બાદ 34મી મિનિટે સિમરનજીત સિંહે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારતને આ મેચમાં 5-3ની લીડ અપાવી હતી. ભારતે માત્ર 9 મિનિટના ગાળામાં 4 ગો લ કરીને બાજી પલટી દીધી હતી.

ચોથા ક્વાર્ટરની શરૂઆતથી જર્મનીએ આક્રમક હોકી રમીને ભારત પર દબાણ લાવવાનું શરૂ કર્યું. જર્મનીએ ચોથો ગોલ ફટકારીને ફરી 5-4ના સ્કોર સાથે આ મેચને રોમાંચક વળાંક પર લાવી દીધી પણ ભારતે વધારે ગોલ નહોતા કરવા દીધા. ગોલકીપર શ્રીજેશે શાનદાર દેખાવ કરીને જર્મનોને ફાવવા નહોતા દીધા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ

SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ

દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ

IND vs SA: ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ, સૂર્યા એન્ડ કંપનીએ સિરીઝ જીતીને બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન

'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન

શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન

Embed widget