Tokyo Olympic 2020 : આર્જેન્ટિના સામેની સેમી ફાઈનલમાં પહેલો ઘા ભારતનો, ગુરજિત કૌરે 90મી સેકન્ડે ગોલ ફટકારીને કરાવી શાનદાર શરૂઆત....
ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઈનલમાં ભારત વતી એક માત્ર ગોલ ફટકારનારી ગુરજીત કૌરે ડ્રેગ ફ્લિકથી પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ભારતે પહેલો ગોલ ફટકારતાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
ટોક્યોઃ ભારતીય મહિલા હોકી ટીમે આર્જિન્ટિના સામેની સેમી ફાઈનલમાં શાનદાર દેખાવ કરીને પહેલો ગોલ ફટકારી દીધો હતો. વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટિના સામેની સેમી ફાઈનલ મેચમાં ભારત વતી ગુરજિત કૌરે બીજી જ મિનિટે પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઈનલમાં ભારત વતી એક માત્ર ગોલ ફટકારનારી ગુરજીત કૌરે ડ્રેગ ફ્લિકથી પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ભારતે પહેલો ગોલ ફટકારતાં આખા દેશમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
ભારતીય મહિલા હોકી ટીમે સોમવારે ટોક્યો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 1-0થી જીત મેળવી હતી. આ દરમિયાન ભારતીય મહિલા હોકી ટીમે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શાનદાર વિજય બાદ આત્મવિશ્વાસ સાથે ભારતીય મહિલા હોકી ટીમ આજે બુધવારે આર્જેન્ટિના સામે મહત્વના સેમિફાઇનલ મુકાબલામાં રમી રહી છે.
ભારતીય ટીમની જેમ, આર્જેન્ટિના પણ સ્પર્ધામાં મજબૂતાઈથી આગળ વધ્યું છે. સોમવારે ક્વાર્ટર ફાઇનલમાં જર્મની સામે 3-0થી જીત મેળવ્યા બાદ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાનીએ કહ્યું અમે ઓસ્ટ્રેલિયા સામે અમારી ટીમના પ્રદર્શનથી અત્યંત ખુશ હતા, તેઓ વર્લ્ડ ક્લાસ હોકી ટીમ છે. જો કે, પાછળ જોવાનો વધારે સમય નથી, અને અમારું ધ્યાન આર્જેન્ટિના સામેની સેમિફાઇનલ પર સંપૂર્ણપણે છે. સ્પર્ધાના આ તબક્કે, મેચો વધુ સરળ નથી હોતી. અમે મેદાનમાં અમારી પાસે જે બધું છે તે આપવા જઈ રહ્યા છીએ.
ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાનીએ કહ્યું નિશ્ચિત રુપથી આ સૌથી વધારે કઠીન પરીક્ષા છે જેનો અમારી ટીમ સામનો કરશે.