શોધખોળ કરો

Tokyo Olympic 2020: ભારતને વધુ એક મેડલ મળ્યો, બજરંગ પૂનિયાએ જીત્યો બ્રોન્ઝ મેડલ

ટોક્યો ઓલિમ્પિકનો આજે 15મો દિવસ છે. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કઝાકિસ્તાનના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 15મો દિવસ છે. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કઝાકિસ્તાનના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં આ  સાથે ભારતના ખાતામાં અત્યાર સુધીમાં  6 મેડલ આવ્યા છે. જેમાં બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 66માં ક્રમે છે. અમેરિકા 31 ગોલ્ડ, 36 સિલ્વર અને 31 બ્રોન્ઝ એમ 98  મેડલ સાથે પ્રથમ ક્રમે છે. તો ચીન 36 ગોલ્ડ, 26 સિલ્વર અને 17 બ્રોન્ઝ મળી કુલ 79 મેડલ સાથે બીજા ક્રમે છે.   જાપાન 24 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ એમ મળી કુલ 51 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.

બજરંગ પુનિયાની સેમી ફાઇનલમાં હાર

ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાની સેમી ફાઇનલમાં હાર થઈ હતી. 65 કિલોગ્રામ વર્ગની ફ્રી સ્ટાઇલ સેમિફાઇનલમાં અઝરબેઝાનના હાજી આલિએવ સામે પુનિયાનો 5-12થી પરાજય થયો હતો. અગાઉ બજરંગ પૂનિયાની ક્વાર્ટર ફાઈનલમાં જીત થઈ હતી. બજરંગ પૂનિયાએ ક્વાર્ટર ફાઈનલમાં ઇરાનના ખેલાડીને હરાવ્યો છે. હવે પુનિયાની જાપાનના ખેલાડી સાથે ફાઇનલમાં ટક્કર થશે. જાપાનના ટુકોટો ઓટોગુરુએ રશિયાના ખેલાડીને સેમિફાઇનલમાં હરાવ્યો હતો. 

ભારતીય મહિલા હોકી ટીમની હાર

ભારતીય મહિલા હોકી ટીમની બ્રિટેન સામે હાર થઈ છે. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ભારતની 4-3થી હાર થઈ છે. આ સાથે જ ભારતના બ્રોન્ઝ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતની નબળી શરૂઆત રહી હતી. ભારતીય મહિલા હોકી ટીમ 0-2થી પાછળ ચાલી રહી હતી. જોકે બાદમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર વાપસી કરી હતી અને ત્રણ ગોલ ફટકારીને ટીમ 3-2થી લીડ મેળવી લીધી હતી. જોકે બાદમાં ફરીથી બ્રિટેને ગેમમાં વાપસી કરી હતી અને એક ગોલ ફટકારીને 3-3થી મેચ બરાબરી પર લાવી દીધી હતી. જોકે બાદમાં ચોથા ક્વાર્ટરમાં ફરી બ્રિટને વાપસી કરી હતી અને વધુ એક ગોલ ફટકારીની બ્રિટેને 4-3થી લીડ મેળવી લીધી હતી.

આ પહેલા મહિલા હોકી ટીમનો સેમી ફાઇનલમાં પરાજય થયો હતો. આર્જેન્ટિના સામે ભારતનો 2-1થી પરાજય થયો હતો. બાદમાં આજે બ્રિટેન સામે બ્રોન્ઝ મેડલ માટે મેચમાં રમવા ટીમ ઉતરી હતી.

ભારતીય મહિલા હોકી ટીમે આર્જિન્ટિના સામેની સેમી ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટિના સામેની સેમી ફાઈનલ મેચમાં ભારત વતી ગુરજિત કૌરે બીજી જ મિનિટે પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી. જોકે, આ પછી આર્જેન્ટિનાએ સારી રમત બતાવીને 2 ગોલ કર્યા હતા. અને અંતે સેમી ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમની 2-1થી હાર થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો

GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ

Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત

Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : યે ઇલુ ઇલુ ક્યાં હૈ ? । abp AsmitaHun To Bolish : કેમ લાગી આગ ?  । abp AsmitaBanaskantha News । બનાસકાંઠાના ડીસાના મુડેથા ગામમાં ફટાકડાને કારણે લગ્ન મંડપમાં લાગી આગSurat News । સુરતના રાંદેર વિસ્તારમાં યુવાનો ભૂલ્યા ભાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે

માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો

Sai Sudharsan Record:  ગુજરાત ટાઈટન્સના સુદર્શને તોડ્યો સચિનનો રેકોર્ડ, આ મામલે બન્યો પ્રથમ ભારતીય

Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ

Embed widget