Tokyo Olympics 2020: સેમીફાઈનલમાં ભારતને ઝાટકો, બેલ્જિયમે 4-2થી લીડ મેળવી
ભારતની સામે રમી રહેલ બેલ્જિયમની ટીમ દુનિયાની નંબર વન ટીમ છે.
LIVE
Background
ટોક્યો ઓલંપિકમાં હોકી સેમીફાઈનમાં ભારત અને બેલ્ઝીયમ વચ્ચે મેચ શરૂ. મેચની શરૂઆતમાં જ ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન. ભારતીય ટીમ બેલ્જિયમથી 2-2ની બરાબરી પર છે. 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ ઓલંપિકમાં સેમીફાઈનલ રમી રહી છે.
ભારતની સામે રમી રહેલ બેલ્જિયમની ટીમ દુનિયાની નંબર વન ટીમ છે. અને ટોક્યો ઓલંપિકમાં બેલ્જિયમની ટીમે 6 મેચોમાં 29 ગોલ કર્યા છે. જો કે બેલ્ઝિયમ સાથે ભારચીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી સારૂ રહ્યુ છે.
વર્ષ 2019માં બેલ્ઝિયમના પ્રવાસ સમયે ભારતીય ટીમે બેલ્જિયમને 2 0, 3 1 અને 5 1થી હરાવ્યું હતું. સાથે જ આ વર્ષે માર્ચમાં રમાયેલ મેચમાં પણ ભારતીય ટીમે બેલ્જિયમને 3 2થી મ્હાત આપી હતી. આમ બેલ્ઝિયમ સામે રમાયેલ પાંચમાંથી ચાર મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે.
ઓલંપિકમાં પણ પણ ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ઓલંપિક ટૂનાર્મંટમાં ભારતીય હોકી ટીમે 8 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીત્યા છે. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 1980માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ 1980 બાદ પ્રથમ વખત મેડલ જીતવાથી ભારત એક જીત દૂર છે.
બેલ્જિયમ 4-2થી આગળ
સેમીફાઈનલમાં બેલ્જિયમને ભારતને મોટો ઝાટકો આપતા 4-2થી લીડ મેળવી લીધી છે.
બેલ્જિયમે મેળવી લીડ
ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમે ફરીથી લીડ મેળવી લીધી છે અને તે 3-2થી આગળ છે.
2-2ની બરાબરી પર મેચ
બીજી ક્વાર્ટરમાં બેલ્જિયમને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો, જેમાં તેણે ગોલ ફટકારી દીધો. બેલ્જિનય તરફથી હેન્ડ્રિક્સે આ ગોલ કર્યો છે. તેની સાથે જ મેચ 2-2ની બરાબરી પર આવી ગઈ છે.