Women's Hockey, India Win: હોકીમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત, ક્વાર્ટર ફાઈનલમાં જવાની આશા જીવંત
સાઉથ આફ્રિકા અત્યાર સુધીની તેની તમામ ચારેય મેચ હારી ચૂક્યું છે.
ભારતની મહિલા હોકી ટીમે ગ્રુપ સ્ટેજની પોતાની અંતિમ મેચ જીતી લીધી છે. તેણે સાઉથ આફ્રિકાને 4-3થી હાર આપી છે. ટીમ ઇન્ડિયાની ટોક્યો ઓલિમ્પિકમાં આ બીજી જીત છે. ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની ટીમની આશા હજુ જીવંત છે.
ભારતની આ સતત બીજી જીત છે. આ પહેલા ભારતે આયર્લેન્ડને ૧-૦થી હરાવ્યું હતુ. ભારતના વિજયમાં એકમાત્ર ગોલ નવનીત કૌરે નોંધાવ્યો હતો.
સાઉથ આફ્રિકા અત્યાર સુધીની તેની તમામ ચારેય મેચ હારી ચૂક્યું છે. જ્યારે હાલમાં પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહેલી આયરલેન્ડની ટીમની આખરી લીગ મેચ ગ્રેટ બ્રિટન સામે છે. જેમાં તેઓની હાર લગભગ નક્કી જેવી છે. બ્રિટનની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને તેઓ બે મેચ જીતી ચૂક્યા છે. જ્યારે બે મેચમાં તેમનો પરાજય થયો છે.
પીવી સિંધુ મેડલથી એક જીત દૂર, મેડલ ટેલીમાં જાણો કેટલામાં ક્રમે છે ભારત
ટોક્યો ઓલિમ્પિકમાં ગઈકાલે ભારત માટે સારો દિવસ રહ્યો હતો. ભારત માટે ગઈકાલના દિવસની શાનદાર શરૂઆત રહી હતી. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 51માં ક્રમે છે. અમેરિકા 14 ગોલ્ડ, 16 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ 41 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 18 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મળી કુલ 38 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ એમ મળી કુલ 28 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
પીવી સિંધુ સેમી-ફાઇનલમાં પહોંચી
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમની જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી હરાવી છે. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે.
મહિલા બોક્સર લવલીના બોરગોહેએ દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધો
ટોક્યો ઓલિમ્પિક્સમાં શુક્રવારે ભારત માટે શાનદાર સમાચાર આવ્યા છે. મહિલા બોક્સર લવલીના બોરગોહેને 96 કિલોગ્રામ વેઇટ કેટેગરીની સેમી-ફાઈનલમાં સ્થાન મેળવીને દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધો છે. જોકે અન્ય એક મહિલા બોક્સર સિમરનજિત કૌર 60 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં હારી જતાં બહાર થઈ ગઈ છે.