(Source: ECI/ABP News/ABP Majha)
રેસલિંગની વેટ કેટેગરીમાં કેટલો મળે છે ગ્રેસ, જેનાથી 100 ગ્રામ વધુ વજનદાર નીકળી વિનેશ ફોગાટ ?
Vinesh Phogat Disqualified: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ આજે 50 કિગ્રા વર્ગમાં કુશ્તીની ફાઇનલ મેચ રમવાની હતી પરંતુ તે પહેલા જ તે અયોગ્ય થઈ ગઈ હતી
Vinesh Phogat Disqualified: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ આજે 50 કિગ્રા વર્ગમાં કુશ્તીની ફાઇનલ મેચ રમવાની હતી પરંતુ તે પહેલા જ તે અયોગ્ય થઈ ગઈ હતી, જેના પછી ભારતની આશાઓને મોટો ફટકો પડ્યો છે. વિનેશ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ હવે તેને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે તે 50 કિગ્રા વર્ગમાં ભારત માટે ફાઈનલ રમી શકશે નહીં. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે વેઇટ કેટેગરીમાં કેટલી ગ્રેસ આપવામાં આવી છે અને શું વિનેશ ફોગટનું વજન વધારે છે? અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ.
વેઇટ કેટેગરીમાં કેટલો મળે છે ગ્રેસ ?
આ મામલે ABP એ અર્જૂન એવોર્ડી રેસલર સુજીત માન સાથે વાત કરી. તેણે કહ્યું કે કુસ્તીબાજોને તેમના વજનની કેટેગરી અનુસાર કોઈ ગ્રેસ મળતો નથી. જો કોઈ કુસ્તીબાજ 50 કિગ્રા વર્ગમાં ભાગ લઈ રહ્યો હોય તો તેનું વજન બરાબર 50 કિલો હોવું જોઈએ. આનાથી 10 ગ્રામ શું, જો વજન એક ગ્રામ પણ વધારે હોય તો તે ગેરલાયક ઠરે છે. તેણે કહ્યું કે ફાઈનલમાં પહોંચનારા કુસ્તીબાજોનું બે દિવસ સુધી વજન કરવામાં આવે છે. કુસ્તીબાજોને પહેલા દિવસે તોલ કરવા માટે 30 મિનિટનો સમય આપવામાં આવે છે, જ્યારે બીજા દિવસે તોલ કરવા માટે માત્ર 15 મિનિટનો સમય આપવામાં આવે છે. વિનેશને વજન દરમિયાન 15 મિનિટનો સમય પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તે પોતાનું વજન જાળવી શકી નહોતી. જેના કારણે તેને નુકસાન સહન કરવું પડ્યું હતું. આનાથી આખો દેશ દુખી છે.
શું કોઇ અપીલ કરી શકે છે વિનેશ ફોગાટ ?
કુસ્તીબાજ સુજીત માને કહ્યું કે આવા કિસ્સાઓમાં રેસલર પાસે અપીલ કરવાનો કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં વિનેશ પણ કોઈ અપીલ કરી શકે તેમ નથી. આ વખતે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું તેનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. આવા કિસ્સાઓમાં UWW નિયમો અનુસાર નિર્ણયો લેવામાં આવે છે, જેની સામે કોઈ અપીલ થઇ શકતી નથી.
કેટલું વધેલુ મળ્યુ વિનેશ ફોગાટનું વજન ?
પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે વિનેશનું વજન વેઇટ કેટેગરી કરતાં કેટલું વધારે હતું? વાસ્તવમાં, ઓલિમ્પિકમાં રેસલિંગ ખેલાડીઓનું મેચ પહેલા વજન કરવામાં આવે છે, જેમાં વિનેશનું વજન 50 કિલોગ્રામ કેટેગરી કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ પછી વિનેશ કોઈપણ રેન્ક વિના છેલ્લા સ્થાને પહોંચી ગઈ. હવે તેને કોઈ મેડલ નહીં મળે.
કઇ રીતે વધી ગયું વિનેશ ફોગાટનું વજન ?
આ મામલે ABP એ કુસ્તીબાજોને કૉચિંગ આપી રહેલા કૉચ નવીન સાથે વાત કરી. તેણે કહ્યું કે કુસ્તીબાજોએ તેમની કેટેગરી પ્રમાણે તેમનું વજન જાળવી રાખવું પડે છે. ગઈકાલની કુશ્તી પહેલા વિનેશે કંઈ ખાધું ન હતું. ત્રણેય કુશ્તી પૂરી કરીને તેણે થોડુંક ખાધું અને બીજા દિવસની કુશ્તીની તૈયારી કરવા લાગી. આ કારણે તેનું વજન વધી ગયું અને કમનસીબે તેને ગેરલાયક ઠેરવવી પડી.