(Source: ECI/ABP News/ABP Majha)
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ફેમિલી સાથે પહોંચ્યા અનંત-રાધિકા, ઈન્ડિયા હાઉસમાં ઢોલ નગારા સાથે થયું સ્વાગત, જુઓ વીડિયો
Ananat Ambani And Radhika Merchant Enjoy Paris Olympics 2024: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પેરિસ ઓલિમ્પિકનો આનંદ માણતા નજરે પડ્યા. બંનેનું પેરિસના રિલાયન્સ ઈન્ડિયા હાઉસમાં જોરદાર સ્વાગત થયું હતું.
Anant Ambani And Radhika Merchant Enjoy Paris Olympics 2024: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાનો પુત્ર અનંત અંબાણી તાજેતરમાં જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. બંનેના લગ્નની ચર્ચા માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ થઈ હતી.
લગ્ન બાદ અનંત અને રાધિકા તેમના પરિવાર સાથે વિદેશ ગયા છે. ન્યૂલીવેડ કપલે અંબાણી પરિવાર સાથે પેરિસ ઓલિમ્પિક 2024નો આનંદ ઉઠાવ્યો. આ દરમિયાન બંનેનું પેરિસાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેના વેલકમની તસવીરો અને વીડિયો ઘણા સમાચારમાં છે.
પેરિસમાં રિલાયન્સ ઈન્ડિયા હાઉસ પહોંચ્યા અનંત-રાધિકા
Viendo la final de gimnasia artística de grupos, noté algo súper curioso cuando enfocaron al público, nada más & nada menos que Anant Ambani & Radhika Merchant sentados en el graderío general, a que quiero llegar con esto pic.twitter.com/5soBwJQfTw
— Laurie. (@LaurieP_) July 31, 2024
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં બંને પેરિસના રિલાયન્સ ઈન્ડિયા હાઉસમાં એન્ટ્રી કરી રહ્યા છે. બંનેની એન્ટ્રી દરમિયાન ડ્રમ વગાડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકોએ અનંત સાથે ક્લિક કરેલી તસવીરો પણ જોવા મળી હતી. નવપરિણીત કપલનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
મુકેશ-ઈશા અને આનંદ પણ દેખાય છે
અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની સાથે વાયરલ તસવીરો અને વીડિયોમાં મુકેશ અંબાણી અને ઈશા અંબાણી પણ નજર છે. વધુમાં તમે મુકેશ અંબાણીના જમાઈ અને ઈશાના પતિ આનંદ પીરામલને પણ જોઈ શકો છો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં બંને પેરિસના રિલાયન્સ ઈન્ડિયા હાઉસમાં એન્ટ્રી કરી રહ્યા છે. બંનેની એન્ટ્રી દરમિયાન ઢોલ વાગતો જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકોએ અનંત સાથે ક્લિક કરેલી તસવીરો પણ જોવા મળી હતી. નવપરિણીત કપલનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
Mukesh Ambani, Anant Ambani at Reliance india house at paris pic.twitter.com/L3fSG9kLEZ
— Sanjay Dudhane (@sanjaydudhane23) July 30, 2024
નીતા અંબાણી જોવા મળ્યા ન હતા
જો કે આ ખાસ અવસર પર નીતા અંબાણી અંબાણી પરિવાર સાથે જોવા મળ્યા ન હતા. નીતા પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમનીમાં પોતાના પતિ મુકેશ સાથે એફિલ રોવરની સામે પોઝ આપતી જોવા મળી હતી.
અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન મુંબઈના વર્લ્ડ જિયો સેન્ટરમાં 12 જુલાઈના રોજ ખૂબ જ ધામધૂમથી પૂર્ણ થયા હતા. આ પછી, દંપતીની આશીર્વાદ વિધિ 13 જુલાઈએ થઈ. 14મી જુલાઈના રોજ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લગ્નમાં દેશ અને દુનિયાની ક્રિકેટ, રાજનીતિ, સિનેમા, સંગીત અને આધ્યાત્મિક જગતની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.