તેમણે સાથે એ પણ જણાવ્યું કે, કબડ્ડીને ઓલિમ્પિકમાં સામેલ કરવા માટે પણ પ્રયત્ન કરવામાં આવશે. ભારતે ફાઈનલમાં ઈરાનને 38-29થી હરાવીને ત્રીજી વખત ખિતાબ પર કબજો જમાવ્યો હતો. ગોયલે કહ્યું કે, દરેક ખેલાડીને દસ લાખ રૂપિયા આપવામાં આવશે. કોચને પણ પુરસ્કૃત કરવામાં આવશે. અમે આ રમતને ઓલિમ્પિકમાં સ્થાન મળે તે માટે પણ પ્રયત્ન કરીશું. માત્ર ક્રિકેટ જ નહીં અમે ફુટબોલ, હોકી અને અન્ય રમતને પણ પ્રોત્સાહન આપવા માગીએ છીએ.
2/3
નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ મંત્રાલયે હાલમાં જ વર્લ્ડ કપ જીતનાર ભારતીય કબડ્ડી ટીમના દરેક સભ્યને ગુરુવારે દસ-દસ લાક રૂપિયા રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. સ્પોર્ટ્સ પ્રધાન વિજય ગોયલે પોતાના ઘરે આયોજિત સન્માન સમારોહમાં આ જાહેરાત કરી.
3/3
ભારતીય કેપ્ટન અનૂપ કુમારે કહ્યું કે, ભારતમાં કબડ્ડી લીગમાં રમ્યા બાદ વિદેશી ખેલાડીઓના પ્રદર્શનમાં સુધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, પ્રતિસ્પર્ધા વધી ગઈ છે પરંતુ ફાયદો એ છે કે આ આપણી ગ્રામીણ રમત છે. અમે બાળપણથી રમતા આવ્યા છે અને તેમણે હાલમાં જ આ રમવાનું શરૂ કર્યું છે.