શોધખોળ કરો
Advertisement
એથ્લિટ હિમા દાસને પોલીસતંત્રમાં મળી આ મહત્વની જવાબદારી, જાણો
આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે આજે ભારતીય રમતવીર હિમા દાસને નિમણૂકનો પત્ર આપવાની ઔપચારિકતા નિભાવી હતી.
એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ હિમા દાસને આસામ પોલીસમાં પોલીસ નાયબ અધિક્ષક એટલે કે DSPના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યની 'ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી' હેઠળ તેની નિમણૂક કરવામાં આવી છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે આજે ભારતીય રમતવીર હિમા દાસને નિમણૂકનો પત્ર આપવાની ઔપચારિકતા નિભાવી હતી.
રાજ્યની 'ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી' હેઠળ હિમા દાસની ડીએસપી પદ પર નિમણૂક કરવામાં આવી છે. આજે તેમને સરુઝાઇ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આસામ પોલીસમાં નવા ભરતી થયેલા 597 સબ ઈન્સ્પેક્ટરને નિમણૂક પત્રો પણ આપ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવનિયુક્ત સબ ઇન્સ્પેક્ટર અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી. મહત્વનું છે કે યુવાઓને રમત-ગમતને કારકિર્દી તરીકે અપનાવવા પ્રોત્સાહિત કરવા, રાજ્ય સરકારે એકીકૃત રમત નીતિ લાગુ કરી હતી. મુખ્ય પ્રધાન સોનોવાલે કહ્યું કે, "રાજ્ય સરકારે દોડવીર હિમા દાસને આસામ પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કર્યા છે કારણ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમની સિદ્ધિઓથી તેમણે રાજ્યને ગૌરવ અપાવ્યું છે."
હિમા દાસે કહ્યું, "હું શાળાના દિવસથી જ પોલીસ અધિકારી બનવા માંગતી હતી. મારી માતાનું પણ આ જ સ્વપ્ન હતું. તે હંમેશાં મને દુર્ગાપૂજા દરમિયાન આશીર્વાદ આપતા હતા. માતા ઇચ્છતા હતા કે હું આસામ પોલીસમાં સેવા આપું. દરેક આ રમતના લીધે મળી રહી છે. હિમા દાસે વધુમાં કહ્યું, "આસામ પોલીસ માટે કામ કરતી વખતે પણ હું મારી કારકીર્દિ ચાલુ રાખીશ. સાથે સાથે હું આસામને હરિયાણા જેવી રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement