શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ફીફાએ અંડર-17 મહિલા વર્લ્ડકપના આયોજનને રદ્દ કર્યુ, ભારતમાં રમાવવાની હતી ટૂર્નામેન્ટ
કૉવિડ-19ના કારણે ભારતમાં સતત ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. આ વાત પર ફીફાએ ધ્યાન કેન્દ્રીત કરીને પરિસ્થિતિ પર વિચાર કર્યો, બાદમાં ફીફાએ મંગળવારે વર્લ્ડકપને ટાળવાનો ફેંસલો કર્યો હતો
નવી દિલ્હીઃ ભારતમાં આગામી વર્ષે રમાનારી અંડર-17 મહિલા વર્લ્ડકપને રદ્દ કરી દીધી છે. ફીફાએ કૉવિડ 19ના કારણે બની રહેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વર્લ્ડકપના આયોજનને એક વર્ષ માટે સ્થગિત કરવાનો ફેંસલો લીધો છે. આ બીજીવાર બન્યુ છે જ્યારે અંડર-17 મહિલા ટૂર્નામેન્ટનુ આયોજન રદ્દ થયુ છે. ફીફાએ જાણકારી આપી છે કે હવે અંડર-17 મહિલા વર્લ્ડકપનુ આયોજન વર્ષ 2022માં ભારતમાં જ કરવામાં આવશે.
નક્કી કાર્યક્રમ અનુસાર અંડર-17 મહિલા વર્લ્ડકપનુ આયોજન પહેલા 2 થી 21 નવેમ્બરની વચ્ચે થવાનુ હતુ, પરંતુ કૉવિડ મહામારીના કારણે અંડર-17 મહિલા વર્લ્ડકપને 2021 સુધી ટાળી દેવામાં આવ્યો છે, અને આયોજન માટે 17 ફેબ્રુઆરી અને 7 માર્ચની વચ્ચેનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
કૉવિડ-19ના કારણે ભારતમાં સતત ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. આ વાત પર ફીફાએ ધ્યાન કેન્દ્રીત કરીને પરિસ્થિતિ પર વિચાર કર્યો, બાદમાં ફીફાએ મંગળવારે વર્લ્ડકપને ટાળવાનો ફેંસલો કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion