શોધખોળ કરો
Advertisement
હોકીની ફાઈનલ મેચમાં બે ટીમ વચ્ચે થઈ જોરદાર બબાલ, ખેલાડીઓ સ્ટિકથી એકબીજા પર તુટી પડ્યાં, જુઓ Live વીડિયો
નેહરૂ કપની ફાઈનલમાં પંજાબ પોલીસ અને પંજાબ નેશનલ બેંકના ખેલાડીઓ આમને સામને આવી ગયા હતા અને તેમના વચ્ચે જબરદસ્ત મારામારી સર્જાઈ
નવી દિલ્હીઃ સોમવારે નવી દિલ્હીના નેશનલ સ્ટેડિયમના હોકી મેદાનમાં ખેલાડીઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. નેહરૂ કપની ફાઈનલમાં પંજાબ પોલીસ અને પંજાબ નેશનલ બેંકના ખેલાડીઓ આમને સામને આવી ગયા હતા અને તેમના વચ્ચે જબરદસ્ત મારામારી સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બંને ટીમના ખેલાડી એકબીજા પર હોકી સ્ટિક વડે હુમલો કરતાં નજરે પડી રહ્યાં છે.
પંજાબ પોલીસના ખેલાડી લાલ જર્સીમાં દેખાય છે અને પંજાબ નેશનલ બેંકના ખેલાડી સફેદ જર્સીમાં જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં પંજાબ પોલીસના ખેલાડી વધારે આક્રમક હોય તેવું લાગી રહ્યું છે. તે હાથમાં હોકી સ્ટિક લઈને પંજાબ નેશનલ બેંકના ખેલાડીઓનો પીછો કરી રહ્યા છે. પીએનબીનો એક ખેલાડી જમીન પર પડેલો જોવા મળ્યો છે અને તેને હોકી સ્ટિકથી માર મારવામાં આવી રહ્યો છે.
મારામારી બાદ પણ મેચ ચાલુ રહી હતી અને બંને ટીમોના આઠ-આઠ ખેલાડીઓ મેદાન પર રહ્યા હતા. પંજાબ નેશનલ બેંકે મુકાબલો 6-3થી જીતી લીધો હતો. ખેલાડીઓના વર્તનથી નારાજ ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરિન્દર બત્રાએ બંને ટીમના મેનેજમેન્ટ તથા ખેલાડીઓ સામે આકરાં પગલાં લેવાના આદેશ આપ્યા છે. હોકી ઈન્ડિયાની સીઈઓ એલિના નોર્મને કહ્યું હતું કે, અમે ટુર્નામેન્ટના અધિકારીઓના સત્તાવાર રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. તેમના રિપોર્ટ બાદ હોકી ઈન્ડિયા જરૂરી પગલાં ભરશે.#WATCH Delhi: Scuffle broke out between Punjab Police Hockey & Punjab National Bank Hockey teams during Nehru Cup finals. Elena Norman, Hockey India CEO says, "We're awaiting official report from Tournament officials, based on which Hockey India will take necessary action." pic.twitter.com/Yz3LAtGPl7
— ANI (@ANI) November 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement