શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
AUS Open: નોવાક જોકોવિચ ફાઇનલમાં, ફેડરરનું 21મું ગ્રાન્ડસ્લેમ જીતવાનું સ્વપ્ન રોળાયું
આ હારથી 38 વર્ષના વર્લ્ડ નંબર-3 ફેડરરનું 21મા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન અધુરુ રહી ગયું છે.
નવી દિલ્હીઃ સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચી ગયો છે. ગુરુવારે વર્લ્ડ નંબર-2 જોકોવિચે સ્વિસ દિગ્ગજ રોજર ફેડરરને 7-6,6-4,6-3થી હાર આપી હતી. આ હારથી 38 વર્ષના વર્લ્ડ નંબર-3 ફેડરરનું 21મા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન અધુરુ રહી ગયું છે.
રેકોર્ડ આઠમું ટાઇટલ જીતવા માટે ઉતરેલા 32 વર્ષના જોકોવિચે પોતાની શાનદાર રમત બતાવતા 2 કલાક 18 મિનિટમાં ફેડરરને હાર આપી હતી. હવે ફાઇનલમાં જોકોવિચનો સામનો ઓસ્ટ્રિયાના પાંચમા સીડ ડોમિનિક થીમ અને જર્મનીના સાતમા ક્રમના ખેલાડી એલેક્ઝેન્ડર જ્વેરેજ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે.After 5️⃣0️⃣ enthralling battles with Roger Federer over 1️⃣4️⃣ years, @DjokerNole seems to have the winning formula in Melbourne.#AO2020 | #AusOpen pic.twitter.com/NrfWgx8JcG
— #AusOpen (@AustralianOpen) January 30, 2020
આ સાથે જ ફેડરરે પોતાના હરિફ જોકોવિચ સામે મેલબોર્નમાં ચોથી વખત હાર મળી છે. આ તમામ મેચ સેમિફાઇનલ રહી છે. જોકોવિચની નજર 17મા ગ્રાન્ડસ્લેમના ટાઇટલ પર છે. 19 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા વર્લ્ડનંબર વન રાફેલ નડાલ અગાઉથી જ બહાર થઇ ચૂક્યો છે.🇷🇸 U-N-S-T-O-P-P-A-B-L-E 🇷🇸@DjokerNole def. Roger Federer for the 27th time 7-6(1) 6-4 6-3 to earn the chance to play for his 8️⃣th #AusOpen title 🏆#AO2020 pic.twitter.com/Hy7lu8AIHo
— #AusOpen (@AustralianOpen) January 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion