શોધખોળ કરો
Advertisement
ઇરફાન ખાનને યાદ કરીને ભાવુક થયો WWE સ્ટાર જૉન સીના, શેર કરી એક્ટરની આ તસવીર
ઇરફાન ખાનને યાદ કરતાં WWE ચેમ્પિયન અને હૉલીવુડ એક્ટર જૉન સીનાએ હીટ ફિલ્મ 'લાઇફ ઓફ પાઇ' ની એક તસવીર પૉસ્ટ કરી છે
નવી દિલ્હીઃ દિવંગત દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યા બાદ હવે WWE સુપરસ્ટાર જૉન સીનાએ ઇરફાન ખાનના નિધન પર પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. જૉન સીનાએ સોશ્યલ મીડિયામાં એક તસવીર શેર કરીને એક્ટરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
ઇરફાન ખાનને યાદ કરતાં WWE ચેમ્પિયન અને હૉલીવુડ એક્ટર જૉન સીનાએ હીટ ફિલ્મ 'લાઇફ ઓફ પાઇ' ની એક તસવીર પૉસ્ટ કરી છે.
પૉસ્ટ પર પ્રતિક્રિયા આપતા, કેટલાય યૂઝર્સે ઇરફાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જૉન સીનાને ધન્યવાદ કર્યા છે, એક સોશ્યલ મીડિયા ફોલૉઅરે કૉમેન્ટ કરી - તમે ભારતીય લોકોની ચિંતા કરો છો, લવ યુ સીના.
નોંધનીય છે કે, દિગ્ગજ એક્ટર ઇરફાન ખાને 29 એપ્રિલે 54 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલા એક્ટરે મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ડબલ્યૂડબલ્યૂઇ સ્ટાર જૉન સીને અવારનવાર ભારતીય સેલેબ્સને યાદ કરીને તસવીરો શેર કરતો રહે છે. અગાઉ પણ સીને સચિન તેંદુલકર, અભિનેત્રી શિલ્પા શેટ્ટી સહિતના સ્ટારના ફોટોઝ શેર કરી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement