Sokhada Swaminarayan sect conflict: સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદનો અંત લાવવા યોજાઈ મૌન રેલી
સોખડા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ પડી ગયા હતા બે ફાંટા. પ્રેમસ્વરૂપ સ્વામીનું જૂથ રહ્યું સોખડામાં. તો પ્રબોધ સ્વામીનું જૂથ સોખડાથી નીકળી પહોંચ્યું હતું બાકરોલ. એવામાં હવે આ બંને જૂથ એકજૂટ થાય તે માટે પ્રયાસ શરૂ કરાયા છે. વડોદરામાં સોખડા સ્વામીનારાયણ મંદિરના હરિપ્રબોધમ પરિવારે યોજી મૌન રેલી. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે ચાલતા વિવાદનો અંત લાવવા અપીલ કરાઈ છે. વડોદરાના નવલખી મેદાનથી નીકળેલી મૌન રેલીમાં સ્વામીઓ સાથે મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. વડોદરાના સાંસદ સહિત અનેક રાજકારણીઓની પણ રહી સૂચક હાજરી આપી હતી. રેલી બાદ પ્રેસ કોન્ફ્રેન્સ યોજાઈ. જેમાં કહેવાયું કે, છેલ્લા ત્રણેક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથે અનેક કાયદાકીય લડતો ઉભી કરી. જેમાં પ્રબોધ સ્વામી જૂથને પરેશાની ઉભી થઈ. હરિપ્રસાદ સ્વામીએ સોખડામાં જે સંસ્થાન ઉભું કર્યું. તે ટ્રસ્ટની માલિકીનું છે. કોઈની પોતાની માલિકીનું નથી. પ્રબોધમ પરિવારના અગ્રણી ઉમેશ યાજ્ઞિકનું કહેવું છે કે, ન્યાયિક પ્રક્રિયા ધીમી હોવાથી અનેક કેસ પેન્ડિંગ છે. ઝડપી ન્યાય મળે તેવી માગ કરી.




















