Vadodara News : ડભોઇમાં પેસેન્જર ભરવા મુદ્દે ઇકા ચાલાકો વચ્ચે મારામારી
Vadodara News : ડભોઇમાં પેસેન્જર ભરવા મુદ્દે ઇકા ચાલાકો વચ્ચે મારામારી
વડોદરાઃ ડભોઇ એસ.ટી. ડેપો બહાર જાહેરમાં છુટ્ટા હાથની મારા મારીનાં વિડિયો થયા વાયરલ . બે ઇકો ચાલકો વચ્ચે થઈ હતી મગજમારી . ડભોઇ એસ.ટી. ડેપો બહાર પેસેન્જર ભરવાની લ્હાયમાં ઇકો ચાલકો અડિંગો જમાવી બેસતા હોય છે. અવાર નવાર ઇકો ચાલકો ગેરકાયદેસર પેશેન્જર ફેરા મારવા બોલાચાલી થાય છે. ડેપો પોલીસ ચોકીથી 10 કદમ દૂર ઇકો ચાલકો વચ્ચે થઈ બબાલ. જાહેરમાં મારા મારીના વિડિયો થયા વાયરલ. ડભોઇ પોલીસે બંને ઇકો ચાલક ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય એક બનાવમાં સાવલીમાં એક આધેડ પાસે દારૂ પીધા પછી રૃપિયા ના હોવાથી શખ્સે દબંગગીરી કરી પિતા- પુત્ર ને માર માર્યાની ફરીયાદ.. સાવલી તાલુકાના ભાદરવા ચોકડી વિસ્તાર ખાતે ફ્રૂટ ની લારી ચલાવતા આધેડ ને દારૂના બાકીના નાણાં બાબતે મારામારી ની બે પિતા પુત્રની સામે સાવલી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ . સાવલી પોલીસે નોંધેલી આશ્ચર્યજનક એફ આઈ આર માં સાવલી માં દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાનું સાબિત થયું.. સાવલી પોલીસે વિઠ્ઠલ હસમુખ માળી અને આકાશ માળી વિરુદ્ધ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.. આરોપી પિતા પુત્રને સાવલી પોલીસે કર્યા જામીન મુક્ત..





















