(Source: ECI/ABP News/ABP Majha)
શાહિદ આફ્રિદીએ તાલિબાનના વખાણ કરવામાં ને કરવામાં મહિલાઓ માટે કરી દીધી એવી વાત કે બધા ચોંક્યા, જુઓ વીડિયો
શાહિદ આફ્રિદીએ કહ્યું કે તાલિબાન એક સકારાત્મક વિચાર સાથે આવ્યુ છે. તે મહિલાઓને કામ કરવાની પરવાનગી આપી રહ્યું છે, અને મને વિશ્વાસ છે કે તાલિબાનને ક્રિકેટ ખુબ પસંદ છે.
નવી દિલ્હીઃ હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેનારા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી (shahid afridi) ફરી એકવાર વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં આવ્યો છે. શાહિદ આફ્રિદીએ આ વખતે તાલિબાન (Taliban)ની જોરદાર પ્રસંશા કરી છે. તેને તાલિબાનને લઇને જે કહ્યું તે સાંભળીને આખી દુનિયામા સનસની મચી ગઇ છે. શાહિદ આફ્રિદીએ કહ્યું કે, તાલિબાન એક સારી વિચારસરણી સાથે આવ્યુ છે, થોડાક સમય પહેલા જ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો, જેના કારણે ત્યાંથી લોકો દેશ છોડવા માટે મજબૂર બની ગયા છે.
શાહિદ આફ્રિદીએ કહ્યું કે તાલિબાન એક સકારાત્મક વિચાર સાથે આવ્યુ છે. તે મહિલાઓને કામ કરવાની પરવાનગી આપી રહ્યું છે, અને મને વિશ્વાસ છે કે તાલિબાનને ક્રિકેટ ખુબ પસંદ છે. શાહિદ આફ્રિદીના નિવેદનનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો તેને જબરદસ્ત રીતે ટ્રૉલ કરી રહ્યાં છે.
❝Taliban have come with a very positive mind. They're allowing ladies to work. And I believe Taliban like cricket a lot❞ Shahid Afridi. He should be Taliban's next PM. pic.twitter.com/OTV8zDw1yu
— Naila Inayat (@nailainayat) August 30, 2021
કેટલાક ફેન તેના પર નિશાન સાધતા કહી રહ્યાં છે કે, તે મહિલાઓ અધિકારીના કાર્યકર્તા અને મહિલા સશક્તિકરણના વકીલ છે, વળી કેટલાકે કહ્યું કે, તે જુઠ્ઠુ બોલતા થાકી ગયો છે.
આફ્રિદીએ કહ્યું કે, તાલિબાન મહિલાઓને નોકરી આપી રહ્યુ છે, ક્રિકેટને સપોર્ટ કરી રહ્યું છે અને પાકિસ્તાન વિરુદ્ધ ક્રિકેટ સીરીઝને પણ સપોર્ટ કરી રહ્યું છે. જોકે, શ્રીલંકામાં કોરોનાના કારણે આ સીરીઝને સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આફ્રિદીએ એ પણ કહી દીધુ કે આગામી પાકિસ્તાન સુપર કિંગ્સ તેના માટે કદાચ છેલ્લુ હશે, તે ક્વેટા ગ્લેડિએટર્સ માટે રમવાનુ પસંદ કરશે.