પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પ્રમાણે, સોહેલે કાળા જાદૂના ડરના કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પડતો મૂકીને સ્વદેશ પરત ફરવાનો ફેંસલો લીધો હતો. ડાબોડી બેટ્સમેન સોહેલે પાકિસ્તાન પરત ફરતાં પહેલા કાળા જાદૂના ડર અંગે જાણકારી આપી હતી અને તેના શહેર સિયાલકોટ જતો રહ્યો હતો. સોહેલને પ્રથમ ટેસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યો નહતો અને નેટ પ્રેક્ટિસ પણ કરી નહોતી. પાકિસ્તાન બોર્ડે સોહેલની ફરિયાદ અને તેના તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ જાણકારી ન આપવાનો ફેંસલો લીધો હતો.
2/4
આ પહેલા પણ સોહેલે આવો દાવો કર્યો હતો. 2015માં ન્યૂઝીલેન્ડ પ્રવાસ વખતે તેણે દાવો કર્યો હતો કે જાદુઈ શક્તિના કારણે હોટલનો રૂમ બદલવા મજબૂર થયો હતો. તે વખતે પણ સોહેલ પ્રવાસ પડતો મકીને પાકિસ્તાન પરત ફર્યો હતો. આ દરમિયાન તેના દાવાને લઈ વિવાદ પણ થયો હતો.
3/4
હેરિસ સોહેલે 10 ટેસ્ટમાં 726 રન બનાવ્યા છે. જ્યારે 26 વન ડેમાં 960 અને 9 T20માં 90 રન નોંધાવ્યા છે.
4/4
લાહોરઃ પાકિસ્તાનના બેટ્સમેન હેરિસ સોહેલ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી અધવચ્ચેથી પડતી મૂકીને સ્વદેશ પરત ફરી ગયો છે. તેણે સ્વદેશ પરત ફર્યા બાદ સનસનીખેજ દાવો કર્યો છે. સોહેલે કહ્યું કે, તેના પર કાળો જાદુ કરવામાં આવ્યો છે. જેના કારણે સાઉથ આફ્રિકાથી પરત ફરવું પડ્યું છે.