આ અંગે બીસીસીઆઈના એક અધિકારી એ કહ્યું કે આપણે એ સમજવું જઇએ કે અમને પાકિસ્તાન સામે ક્રિકેટ રમવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી નથી. પરંતુ અમે નથી ઇચ્છતા કે આનાથી બે સરકારોની વચ્ચે કોઇ મુશ્કેલી વધે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમોના સંબંધોમાં કડવાશના લીધે 2007 બાદ દ્વિપક્ષીય સીરીઝ રમાતી નથી.
2/3
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા મેનેજિંડ ડાયરેક્ટર વસીમ ખાને કહ્યું કે, પાકિસ્તાને પોતાની રતમનું સ્તર એટલું ઉચું લઈ જવું પડશે કે આ રમતના સુપરપાવર ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ રમવા માટે મજબૂર થવું પડે.
3/3
વસીમ ખાને લાહોરમાં કહ્યું કે મને લાગે જ્યારે પાકિસ્તાન ટોચના સ્તરની ટીમ બની જશે ત્યારે એવી સ્થિતિ બની શકે છે કે ભારત આપણને સીરીઝ રમવા માટે કહે. દ્વિપક્ષીય સીરીઝ નહીં રમાવાના લીધે બંને ટીમો આઇસીસી અને એશિયન ક્રિકેટ પરિષદની આયોજીત સીરીઝમાં રમાય છે.