શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપના દબાણને કારણે મોહમ્મદ શમી થયો ટીમની બહાર, જાણો કોણે લગાવ્યો આરોપ
શ્રીલંકા સામે શમીને આરાપ આપીને રવીન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ ભારતે હેડિંગ્લેમાં શ્રીલંકાને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ મેચમાં યુજવેન્જ્ર ચહલ અને મોહમ્મદ શમીને આરામ આપવમાં આવ્યો હતો. તેમણે વર્લ્ડકપમાં ટીમ માટે અત્યાર સુધી શાનદાર પરફોર્મેન્સ કર્યું છે. જોકે શમીને આરામ આપવાને લઈને પાકિસ્તાન એક્સપર્ટે ભારતીય ટીમ પર ગંભીર આરોપ લગાવ્યો છે.
રવિવારે પાકિસ્તાનના એક ક્રિકેટ એક્સપર્ટે એક સ્પોર્ટ્સ શોમાં આરોપ લગાવતા કહ્યું હતું કે શ્રીલંકા સામે મોહમ્મદ શમીને જાણી જોઈને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દીધો હતો. પાકિસ્તાની એક્સપર્ટે આરોપ લગાવ્યો છે કે મોહમ્મદ શમી શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો, તે 15 વિકેટ ઝડપી ચૂક્યો છે પણ તે મુસ્લિમ હોવાના કારણે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેની પાછળ બીજેપીનો હાથ હોઈ શકે છે.
નોંધનીય છે કે, શ્રીલંકા સામે શમીને આરાપ આપીને રવીન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઉપરાંચ ચહલને પણ આરામ આપીને કુલદીવ યાદવને સ્થાન આપવામાં આવ્યું હતું. પિચ સ્પિનરને માફક આવે તેવી હોવાથી ભારતે જાડેજાને રમાડ્યો હતો. જાડેજાએ વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion