શોધખોળ કરો
ફખર ઝમાનની બેવડી સદી, વનડેમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો બનાવ્યો વિશ્વ રેકોર્ડ
1/5

નવી દિલ્હી: ઝિમ્બાવે વિરુદ્ધ પાંચ વનડે મેચની સીરીઝની ચોથી મેચમાં પાકિસ્તાનના ઓપનર બેટ્સમેનોએ ઐતિહાસિક ઈનિંગ રમી વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. પાકિસ્તાનના ઓપર બેટ્સમેન ઈમામ ઉલ હક અને ફખર ઝમાને 12 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડી દીધો છે. ઈમામ અને ફખર જમાને પ્રથમ વિકેટ માટે 304 રનની ઈનિંગ્સ રમી જે વનડે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ છે.
2/5

ઇમામ ઉલ હક અને ફખર જમાન પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના ઓપનર બેટ્સમેન ઉપુલ થરંગા અને સનથ જયસૂર્યાના નામે હતો. થરંગા અને જયસૂર્યાએ વર્ષ 2006માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી લીડ્સ વનડેમાં પ્રથમ વિકેટે 286 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
Published at : 20 Jul 2018 07:28 PM (IST)
Tags :
Pakistan CricketView More





















