શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યા-નતાશાની આ નવી તસવીર પર લોકોએ કેવી કરી કોમેન્ટ? વાંચીને હસવા લાગશો
નતાશાએ જે તસવીર શેર કરી હતી ત્યાર બાદ ચાહકોએ ખૂબ મજાક ઉડાવી હતી. હાલ આ તસવીર વાયરલ થઈ હતી.
મુંબઈ: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા વધુ એક તસવીરને કારણે ફરી એકવાર સોશિયલ મીડિયામાં છવાયેલા જોવા મળ્યા હતાં. નતાશા સાથે સગાઈ બાદથી જ હાર્દિક અને નતાશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ નતાશાએ જે તસવીર શેર કરી હતી ત્યાર બાદ ચાહકોએ ખૂબ મજાક ઉડાવી હતી. હાલ આ તસવીર વાયરલ થઈ હતી.
વેલેન્ટાઈન-ડેના દિવસે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશાએ તસવીર શેર કરી હતી. જેમાં ચાહકોએ ભરપૂર કોમેન્ટ્સ કરી હતી. એક ચાહકે તો, હાર્દિક પંડ્યાને ઐયર જ્યારે નતાશાને બબિતા ગણાવી હતી.
વેલેન્ટાઈન-ડેના દિવસે બોલિવૂડ અભિનેત્રી સ્ટાનકોવિક અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઈન-ડેના દિવસે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યાં હતાં. તેણે નતાશા સાથે તસવીર શેર કરી અને કેપ્શન લખ્યું હતું કે, મારી વેલેન્ટાઈન આખા જીવન માટે. ત્યાર બાદ આ બંનેની તસવીર વાયરલ થઈ હતી.
નતાશા સ્ટાનકોવિક અને હાર્દિક પંડ્યાએ નવા વર્ષ પર જ સગાઈ કરી હતી. ત્યાર બાદથી જ બંને છવાયેલા જોવા મળી રહ્યાં છે. હાર્દિક અને નતાશા સોશિયલ મીડિયામાં ચર્ચિત કપલ છે. નતાશા ખૂબ સારી ડાન્સર અને મોડલ પણ છે. સત્યાગ્રહ ફિલ્મથી ડેબ્યુ કરનાર નતાશાએ બીગ બોસ અને નચ બલિયેમાં પણ ભાગ લીધો હતો. બાદશાહનું ફેમસ સોંગ ડીજે વાલે બાબુમાં પણ તે નજરે પડી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion