શોધખોળ કરો
IPL 2025માં ત્રણ સસ્તા ખેલાડીઓએ મચાવી ધૂમ, મુંબઈ અને દિલ્હીને થયો મોટો ફાયદો
પુથુરની સ્પિન, નિગમની બેટિંગ અને વર્માના છગ્ગાથી મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સને મળી નવી તાકાત.

IPL 2025માં અત્યાર સુધી ઘણી રોમાંચક મેચો જોવા મળી છે, જેમાં કેટલાક મોંઘા ખેલાડીઓ નિષ્ફળ રહ્યા છે, તો કેટલાક સસ્તા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા છે.
1/6

આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે વિગ્નેશ પુથુરને, દિલ્હી કેપિટલ્સે વિપરાજ નિગમને અને સનરાઇઝર્સ હૈદરાબાદે અનિકેત વર્માને ખૂબ જ ઓછી કિંમતમાં ટીમમાં સામેલ કર્યા હતા અને આ ત્રણેય ખેલાડીઓએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમોને ફાયદો કરાવ્યો છે.
2/6

મુંબઈ ઈન્ડિયન્સે કેરળના ડાબા હાથના કાંડાના સ્પિનર વિગ્નેશ પુથુરને માત્ર ૩૦ લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. પુથુરે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પ્રથમ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે IPLમાં પદાર્પણ કર્યું અને પોતાની બોલિંગથી તરત જ પ્રભાવ પાડ્યો.
3/6

તેણે ચાર ઓવરમાં માત્ર ૩૨ રન આપીને રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને દીપક હુડ્ડા જેવા મહત્વના ખેલાડીઓની ત્રણ વિકેટો ઝડપી હતી.
4/6

દિલ્હી કેપિટલ્સે યુવા બેટ્સમેન વિપરાજ નિગમને માત્ર ૫૦ લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. વિપરાજે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ૨૧૦ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમની પ્રથમ જ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી.
5/6

જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે વિપરાજે માત્ર ૧૫ બોલમાં ૩૯ રન બનાવ્યા હતા અને આશુતોષ શર્મા સાથે મળીને ૫૫ રનની ઝડપી ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. તેણે આ મેચમાં એક વિકેટ પણ લીધી હતી.
6/6

સનરાઇઝર્સ હૈદરાબાદે અનિકેત વર્માને માત્ર ૩૦ લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો અને આ ખેલાડીએ પણ અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે. પ્રથમ મેચમાં તે ૧૯મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો અને ત્રણ બોલમાં એક સિક્સર ફટકારી હતી. ત્યારબાદ ગુરુવારે લખનૌ સામેની મેચમાં અનિકેતે ૧૩ બોલમાં પાંચ સિક્સરની મદદથી ૩૬ રન બનાવ્યા હતા.
Published at : 28 Mar 2025 06:50 PM (IST)
આગળ જુઓ
Advertisement