શોધખોળ કરો
Advertisement
ચેતન ચૌહાણના નિધન પર PM મોદી અને યોગી આદિત્યનાથે શું કહ્યું ? જાણો વિગત
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું, તેમણે યુપીમાં લોકસેવા અને ભાજપને મજબુત બનાવવા માટે અસરકારક યોગદાન આપ્યું હતું.
લખનઉઃ પૂર્વ ભારતીય ક્રિકેટ અને યૂપી સરકારના કેબિનેટ મંત્રી ચેતન ચૌહાણનું આજે નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેમના નાના ભાઈ પુષ્પેન્દ્ર ચૌહાણ કહ્યું- કોવિડ-19 સંબંધિત સમસ્યાના કારણે તેમનું મોત થયું છે. 15 જુલાઈએ તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમના નિધન પર કહ્યું, પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી, મંત્રી મંડળમાં મારા સાથી ચેતન ચૌહાણના નિધનના વ્યથિત કરી દેનારા સમાચાર મળ્યા. પ્રભુશ્રી રામ, ચૌહાણના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તથા દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ચેતન ચૌહાણને એક અદ્ભુત ક્રિકેટર તરીકે અને પાછળથી એક મહેનતુ રાજકીય નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે યુપીમાં લોકસેવા અને ભાજપને મજબુત બનાવવા માટે અસરકારક યોગદાન આપ્યું હતું. તેના અવસાનથી દુઃખ થયું છે. તેમના કુટુંબ અને સમર્થકોને સંવેદના વ્યક્ત કરું છું.
ચેતન ચૌહાણનો જન્મ 21 જુલાઈ, 1947ના રોજ થયો હતો. ચેતન ચૌહાણે ઈન્ટરનેશનલ કરિયરમાં દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર સાથે અનેક યાદગાર ઈનિંગ રમી છે. ગાવસ્કર સાથે ચેતનનો તાલમેલ અદભૂત હતો. ચેતન ચૌહાણે 40 ટેસ્ટની 68 ઈનિંગમાં 16 અડધી સાથે 2084 રન બનાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સક્રો 97 રન છે. જ્યારે 7 વન ડેમાં 153 રન બનાવ્યા છે. ટેસ્ટ કરિયરમાં સદી ફટકાર્યા સિવાય બે હજાર રન બનાવનારા વિશ્વના પ્રથમ ક્રિકેટર હતા. ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકાર્યા સિવાય સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ શેન વોર્નના નામે છે. વોર્ને 1992-2007 દરમિયાન 45 ટેસ્ટમાં 3154 રન બનાવ્યા અને તેનો સર્વોચ્ચ સ્કોર 99 રન હતો.
ગાવસ્કર અને ચૌહાણની જોડીએ ટેસ્ટની 60 ઈનિંગમાં 54.85ની સરેરાશથી 3127 રન બનાવ્યા છે. બંનેએ કુલ 11 વખત સદીની પાર્ટનરશિપ કરી છે. જેમાંથી 10 વખત પ્રથમ વિકેટ માટે છે.
રાજકીય સફર
ચેતન ચૌહાણ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી 1991માં અમરોહાથી ચૂંટણી લડ્યા અને સાંસદ તરીકે ચૂંટાયાય જે બાદ 1996માં આ સીટ પરથી તેમની હાર થઈ હતી. 1998માં ચૌહાણ ફરી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1999 અને 2004માં લોકસભા ચૂંટણીમાં તેમણે કિસ્મત અજમાવ્યું પણ હારનો સામનો કરવો પડ્યો. હાલ તેઓ અમરોહા જિલ્લાના નૌગાંવ વિધાનસભાથી ધારાસભ્ય હતા.
પૂર્વ ક્રિકેટર અને યુપી સરકારના મંત્રી ચેતન ચૌહાણનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ હતા હોસ્પિટલમાં
દેશભરમાં ક્યારથી ખૂલશે સ્કૂલ અને કોલેજો ? એચઆરડી મંત્રીએ શું કહ્યું, જાણો વિગત
અમેરિકન એક્સપર્ટ ફાઉસીનો દાવો, કોરોનાનો સામનો કરવા અડધી પ્રભાવી રસી જ પૂરતી રહેશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ગુજરાત
Advertisement