શોધખોળ કરો

દેશભરમાં ક્યારથી ખૂલશે સ્કૂલ અને કોલેજો ? એચઆરડી મંત્રીએ શું કહ્યું, જાણો વિગત

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, એનસીઈઆરટી સ્કૂલ એજ્યુકેશનને લઈ ગાઈડલાઈન તૈયાર કરી રહી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં સ્કૂલ-કોલેજો માર્ચ મહિનાથી બંધ છે, પરંતુ આ દરમિયાન ક્યારથી ફરી ખુલશે તેની ચર્ચા થઈ રહી છે.  કોરોનાને ધ્યાનમાં રાખી એનસીઈઆરટી સ્વાસ્થ્ય સંબંધી પ્રોટોકોલ પર કામ કરી રહી છે, જેનું ફરીથી સ્કૂલો ખૂલ્યા બાદ ફરજિયાત પાલન કરવું પડશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, એનસીઈઆરટી સ્કૂલ એજ્યુકેશનને લઈ ગાઈડલાઈન તૈયાર કરી રહી છે. એચઆરડી મંત્રીએ આજે વેબિનાર દ્વારા ટીચરો સાથે વાત કરી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશના એક શિક્ષકે સ્કૂલ ક્યારે ખૂલશે અને કયા નિયમોનું પાલન કરવું પડશે તેવો પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, બધું ક્યારે સામાન્ય થશે તે ન કહી શકાય પરંતુ જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે દિશા નિર્દેશોનું પાલન કરવું પડશે. આ માટે એનસીઈઆરટીએ ગાઈડલાઈન પર કામ કરવાનું શરૂ કર્યું છે. હાયર એજ્યુકેશન માટે યુજીસીએ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. જે કોલેજો ક્યારે ખોલવા પર કામ કરી રહી છે. એનસીઈઆરટી પહેલા જ પ્રાયમરી, ઉચ્ચ પ્રાથમિક અને હાયર સેકેન્ડરી કક્ષાઓ માટે વૈકલ્પિક એકેડમિક કેલેન્ડર જાહેરકરી ચુકી છે. દેશભરમાં સ્કૂલના બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. એચઆરડી મંત્રીએ આજે વેબિનાર દ્વારા ટીચરોના તમામ સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં મોટાભાગના સવાલ સ્કૂલ-કોલેજો ફરીથી ખોલવા અને ઓનલાઈન એજ્યુકેશન સંબંધિત હતા. વેબિનારમાં કેન્દ્રીય મંત્રીએ ફરી એક વખત ડિજિટલ પહલ દીક્ષા અને નિષ્ઠા ના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. શિક્ષક ઓનલાઈન ટ્રેનિંગ માટે આ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી શકે છે. સસંદનું ચોમાસુ સત્ર ક્યારે શરૂ થશે ? કેવી હશે વ્યવસ્થા, જાણો વિગતે  અમેરિકન એક્સપર્ટ ફાઉસીનો દાવો, કોરોનાનો સામનો કરવા અડધી પ્રભાવી રસી જ પૂરતી રહેશે સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં એક જ હોસ્પિટલમાં કોરોનાથી 15 દર્દીનાં મોત થતાં ખળભળાટ, 23 કેદીના રીપોર્ટ પણ પોઝિટિવ C.R. પાટીલ મંગળવારથી સૌરાષ્ટ્રના 4 દિવસના પ્રવાસે, જાણો પાટીદારોની કઈ મોટી સંસ્થાના ટ્રસ્ટીઓને મળશે ?

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget