Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિકમાં પ્રીતિ પાલે જીત્યો બીજો મેડલ, 200 મીટર રેસમાં અપાવ્યો બ્રોન્ઝ
Paris Paralympics 2024: પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર દોડ (T35) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 30.01 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.
![Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિકમાં પ્રીતિ પાલે જીત્યો બીજો મેડલ, 200 મીટર રેસમાં અપાવ્યો બ્રોન્ઝ Preethi Pal creates history with Indias first ever Bronze in womens 200m Paris Paralympics 2024 Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિકમાં પ્રીતિ પાલે જીત્યો બીજો મેડલ, 200 મીટર રેસમાં અપાવ્યો બ્રોન્ઝ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/02/bed69a66a0f8d4a8045cb03410b44817172523857428974_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે એટલે કે 1લી સપ્ટેમ્બર (રવિવારે) ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દેશ માટે છઠ્ઠો મેડલ જીત્યો હતો. મહિલા એથ્લેટ પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર દોડ (T35) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 30.01 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.
Para-sprinter Preeti Pal creates history; wins second medal at Paris Paralympics
— ANI Digital (@ani_digital) September 1, 2024
Read @ANI Story | https://t.co/2NDbbGBF4Y#India #ParisParalympics #BronzeMedal pic.twitter.com/wD2Ia75rNg
આ પેરાલિમ્પિક્સમાં પ્રીતિનો આ બીજો બ્રોન્ઝ છે. અગાઉ તેણે 100 મીટરમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યા હવે 7 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
Incredible Race of Preethi Pal 🇮🇳👏 https://t.co/5ooBNi3fPh
— The Khel India (@TheKhelIndia) September 1, 2024
પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો
અવનીએ શુક્રવારે (30 ઓગસ્ટ) R2 મહિલા 10 મીટર એર રાઈફલ (SH1) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
22 વર્ષની અવનીએ ફાઇનલમાં 249.7 પોઈન્ટ બનાવ્યા જે એક પેરાલિમ્પિક રેકોર્ડ છે. બ્રોન્ઝ મેડલ વિજેતા મોનાએ 228.7 પોઈન્ટ મેળવ્યા હતા. અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સ (2020)માં પણ આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલે કે તેણે પોતાના ટાઇટલનો બચાવ કર્યો છે.
પ્રીતિએ ત્રીજો અને મનીષે ચોથો મેડલ જીત્યો.
પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત માટે ત્રીજો મેડલ જીત્યો હતો. તેણે મહિલાઓની 100 મીટર દોડ (T35)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી 30 ઓગસ્ટે મનીષ નરવાલે ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. તેણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં સિલ્વર મેડલ જીત્યો હતો.
મનીષ નરવાલે પેરાલિમ્પિક ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેણે P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH-1 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મનીષ નરવાલે ફાઇનલમાં કુલ 234.9 પોઇન્ટ મેળવ્યા હતા. દક્ષિણ કોરિયાના જોન જોંગડુએ 237.4 પોઈન્ટ મેળવીને આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રૂબીનાએ દેશને તેનો પાંચમો મેડલ અપાવ્યો
પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ત્રીજા દિવસે 31 ઓગસ્ટના રોજ મહિલા શૂટર રૂબિના ફ્રાન્સિસે પાંચમો મેડલ જીત્યો. આ બ્રોન્ઝ મેડલ હતો. રૂબીનાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં 211.1 પોઇન્ટ્સ મેળવ્યા હતા. આ રીતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યા અત્યાર સુધી પાંચ પર પહોંચી ગઈ છે. જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
નિષાદે દેશને સાતમો મેડલ અપાવ્યો
24 વર્ષના નિષાદ કુમારે પેરાલિમ્પિક્સમાં હાઈ જમ્પ (પુરુષોની શ્રેણી) T47 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. નિષાદ અમેરિકાના રોડરિક ટાઉનસેન્ડ પછી બીજા ક્રમે છે. ટાઉનસેન્ડે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)