શોધખોળ કરો
Advertisement
8 મહિનાના પ્રતિબંધ બાદ આ ભારતીય ખેલાડીની ધમાકેદાર વાપસી, T20 મેચમાં ફટકારી તોફાની હાફ સેન્ચુરી
આ 20 વર્ષીય બેટ્સમેન પર ડોપિંગને કારણે 30 જુલાઈના રોજ 8 મહિનાઓ માટે બેન લાગી ગયો હતો.
મુંબઈ: ચેમ્પિયન અંડર -19 ટીમના કેપ્ટન રમહેલા પૃથ્વી શોએ 8 મહિનાના પ્રતિબંધ બાદ ક્રિકેટમાં દમદાર વાપસી કરી છે. રવિવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે રમતા શોએ આસામ સામે તોફાની અર્ધસદી કરી હતી. પૃથ્વી શોએ માત્ર 32 બોલમાં 50 રન પૂરા કર્યા હતા અને ઓપનિંગ કરતા 69 રન કર્યા હતા. જેમાં 7 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ છે.
આ 20 વર્ષીય બેટ્સમેન પર ડોપિંગને કારણે 30 જુલાઈના રોજ 8 મહિનાઓ માટે બેન લાગી ગયો હતો. અને રવિવારે ફરીથી રમવા માટે ઉપલબ્ધ બન્યો હતો. મુંબઈએ ગુરુવારે મુશ્તાક અલીની બે મેચ અને પછી સુપર લીગ સ્ટેજ માટે ટીમની ઘોષણા કરી હતી. આ મુંબઈની અંતિમ લીગ મેચ હતી.
મુંબઈએ ગુરુવારે મુશ્તાક અલીની 2 મેચ અને પછી સુપર લીગ સ્ટેજ માટે ટીમની જાહેરાત કરી હતી. આ મુંબઈની અંતિમ લીગ મેચ છે. પૃથ્વીએ આ પહેલા નેટ્સમાં અભ્યાસ કરીને એક વીડિયો પણ શેર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion