પ્રૉ કબડ્ડી લીગઃ ફાઇનલ મેચમાં ટાઇ પડશે તો પટના અને દિલ્હીમાંથી કોણ બનશે ચેમ્પીયન, જાણો નિયમ
અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે પ્રૉ કબડ્ડી લીગની ફાઇનલ મેચમાં પટના અને દિલ્હીની ટીમો બરાબરી પર એટલે ટાઇ પર રહેશે તો કઇ રીતે પરિણામ નક્કી કરવામાં આવશે.
Pro Kabaddi League 2021-22, Final : પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League) માં આજે બુધવારે સિઝન 8ની ફાઇનલ મેચમાં પટના અને દિલ્હી આમને સામને થશે. એકબાજુ ત્રણ વારની ચેમ્પીયન ટીમ પટના પાયરેટ્સ છે તો બીજી બાજુ ગઇ સિઝનની ઉપવિજેતા ટીમ દબંગ દિલ્હી કેસી છે. પટના (Patna Pirates) અને દિલ્હી (Dabang Delhi KC) બન્ને ટીમો આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચી છે. બન્ને વચ્ચે આજે રાત્રે 8.30 વાગે બેંગ્લુરુના ગ્રાન્ડ શેરાટૉન વ્હાઇટ ફિલ્ડ મેદાનમાં ફાઇનલ મેચ રમાશે. પરંતુ આ બધાની વચ્ચે જો એવુ બને કે બન્ને વચ્ચેની ફાઇનલ મેચ ટાઇ થઇ જશે તો.....
અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે પ્રૉ કબડ્ડી લીગની ફાઇનલ મેચમાં પટના અને દિલ્હીની ટીમો બરાબરી પર એટલે ટાઇ પર રહેશે તો કઇ રીતે પરિણામ નક્કી કરવામાં આવશે. જાણો કોણ કઇ રીતે કયા નિયમો પ્રમાણે બનશે વિજેતા....
40 મિનીટની રમત બાદ પણ જો બન્ને ટીમોનો સ્કૉર બરાબરી પર રહેશે તો 7 મિનીટ ટાઇ બ્રેકર હશે, જેમાં 3-3 મિનીટના બે હાફ હશે, અને એક મિનટનો બ્રેક હશે. જેમાં ટીમ પોતાની રણનીતિ બનાવી શકશે. ટાઇ બ્રેકરમાં બન્ને ટીમોને એક એક રિવ્યૂ મળે છે, તો સાથે જ ટીમ એકવાર સબ્સ્ટીટ્યૂશનનો ઉપયોગ કરી શકે છે. જોકે, 7 મિનીટના ટાઇ બ્રેકરના બાદ પણ સ્કૉર બરાબરી પર જ રહે છે તો મેચનો ફેંસલો ગૉલ્ડર રેડ દ્વારા થશે.
ગૉલ્ડન રેડના નિયમ કંઇક આ પ્રકારે છે, જાણો.......
1- ગૉલ્ડન રેડમાં વૉલ્ક લાઇન જ બૉનસ લાઇન બની જાય છે. જેનો મતલબ છે કે રેડર જો તે લાઇનને ક્રૉસ કરી લે છે, તો ટીમને પૉઇન્ટ મળી જશે. જોકે રેડરે ડિફેન્ડરને ટચ થયા બાદ વૉલ્ક લાઇન ક્રૉસ કરી, તો તેને બૉનસ નહીં મળે.
2- વૉલ્ક લાઇનને ક્રૉસ કર્યા બાદ જો ડિફેન્ડરને ટચ કરીને પાછો આવે છે, તો તે પૉઇન્ટ પણ તેમાં જોડવામાં આવશે. આમાં કોઇપણ રિવાઇવલ કે પછી કોઇ આઉટ નથી થતો. જો એક ટીમની ગૉલ્ડન રેડ પછી પણ ટીમના પૉઇન્ટ બરાબરી પર રહે છે, તો બીજી ટીમને તેની ગૉલ્ડન રેડ કરવાનો મોકો મળશે. જો પહેલા રેડિંગ કરવા ગયેલી ટીમના ખેલાડીએ એક પૉઇન્ટ પણ હાંસલ કરી લીધો, તો તે ટીમ જીતી જશે.
3- આ ઉપરાંત એક્સ્ટ્રા ટાઇમ કે તેનાથી પહેલા ખેલાડીને સસ્પેન્ડ કરવામાં આવે છે, તો તે ખેલાડી ગૉલ્ડન રેડનો ભાગ નહીં બની શકતો, અને તેની ટીમને ઓછા ખેલાડીઓની સાથે કોર્ટમાં ઉતરવુ પડશે. જે ટીમમાં જેટલા ખેલાડીઓ ઓછા હશે, તેટલા જ પૉઇન્ટ વિપક્ષી ટીમને મળી જશે.
4- બન્ને ટીમો દ્વારા એક-એક ગૉલ્ડન રેડ કર્યા બાદ પણ સ્કૉર બરાબરી પર રહે છે, તો અંતમાં મેચનો ફેંસલો ટૉસથી થશે, અને જે પણ ટૉસ જીતશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.