ફિલ્ડિંગ દરમિયાન સાથી ખેલાડી સાથે જોરદાર ટકરાયો ફાક ડૂ પ્લેસીસ, માથામાં ઇજા થતા તાત્કાલિક લઇ જવાયો હૉસ્પીટલ, વીડિયો વાયરલ
ફાક ડૂ પ્લેસીસ પાકિસ્તાન સુપર લીગ (PSL) મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતા ઇજાગ્રસ્ત થયા બાદ તેને સ્કેન માટે હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો. બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ દરમિયાન ફાક ડૂ પ્લેસીસના માથાના ભાગમાં જોરદાર ઇજા થઇ હતી.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાક ડૂ પ્લેસીસ પાકિસ્તાન સુપર લીગ (PSL) મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતા ઇજાગ્રસ્ત થયા બાદ તેને સ્કેન માટે હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો. બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ દરમિયાન ફાક ડૂ પ્લેસીસના માથાના ભાગમાં જોરદાર ઇજા થઇ હતી.
આ ઘટના શનિવારની છે. ક્વેટા ગેલ્ડિએટર્સ તરફથી રમી રહેલા ફાક ડૂ પ્લેસીસ (Faf du Plessis) પેશાવર જાલ્મી (Quetta Gladiators vs Peshawar Zalmi) ની વિરુદ્ધ પીએસએલની 19મી મેચમાં સાથી ખેલાડી મોહમ્મદ હસનૈન (Mohammad Hasnain ) સાથે ટકરાઇ ગયો હતો. પેશાવર જાલ્મીની ઇનિંગની 7મી ઓવરમાં બન્ને ખેલાડીઓ બાઉન્ડ્રી પર બૉલને રોકવાની કોશિશ કરતા એકબીજાને જોરદાર ટકાઇ ગયા હતા. હસનૈનો ઘૂંટણ ફાક ડૂ પ્લેસીસને વાગ્યો અને તે ગંભીર રીતે ઘાયલ થઇને મેદાન પર ઢળી પડ્યો હતો.
#FafduPlessis Get Well Soon Dear Faf you are my one of the favorite players of cricket RT if yours pic.twitter.com/dEp0k7FgBz
— Jaishiv Gupta (@shriraamcharan2) June 13, 2021
પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાક ડૂ પ્લેસીસને તાત્કાલિક સ્કેન કરાવવા માટે હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો. ઇજા બાદ ફાક ડૂ પ્લેસીસને ક્વેટા ગ્લેડિએટર્સના ડગઆઉટમાં બેઠેલો જોવામાં આવ્યો હતો. ઇજાની અસર ફાક ડૂ પ્લેસીસને ગરદન પર વધારે જોવા મળી રહી હતી. ખાસ વાત છે આ ઇજા થવાના કારણે ફાક ડૂ પ્લેસીસ મેચમાં આગળ ન હતો રમી શક્યો. આવામાં ક્વેટા ગ્લેડિએટર્સે સૈયમ અયૂબને કનકશન સબ્સિટ્યૂટ તરીકે મેદાન પર ઉતાર્યો હતો. ફાક ડૂ પ્લેસીસ આઇપીએલમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની કેપ્ટનશીપ વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમે છે.
પેશાવર જાલ્મીએ 61 રનથી મેચ જીતી-
આ મેચમાં વહાબ રિયાઝ (Wahab Riaz)ની કેપ્ટનશીપ વાળી ટીમ પેશાવર જાલ્મીએ 61 રનથી જીત્યુ. પેશાવરે પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં ક્વેટા ગ્લેડિએટર્સની ટીમ 136 રન પર ઢેર થઇ ગઇ હતી. ઇજા બાદ ફાક ડૂ પ્લેસીસને ક્વેટા ગ્લેડિએટર્સના ડગઆઉટમાં બેઠેલો જોવામાં આવ્યો હતો. ઇજાની અસર ફાક ડૂ પ્લેસીસને ગરદન પર વધારે જોવા મળી રહી હતી.