શોધખોળ કરો
Advertisement
આ સ્ટાર ખેલાડીએ મેચની અધવચ્ચે જ બોલ ગર્લને ચુંબન કરીને દર્શાવ્યો પ્રેમ, માંગી માફી
નડાલે અનિતાને એક ટોપી ગિફ્ટ આપી હતી જેના પર તેણે લખ્યું હતું કે, મારી મિત્ર અનિતાને, ઓલ ધ બેસ્ટ.આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ વર્લ્ડ નંબર-1 સ્પેનના ટેનિસ ખેલાડી રફેલ નડાલે વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યા છે. નડાલે પુરુષ સિંગર વર્ઘના બીજા તબક્કામાં મેચમાં અર્જેટીનના ફ્રેડેરિકો ડેલબોનિસને 6-3, 7-6, 6-1થી હાર આપી. ત્રીજા રાઉન્ડમાં તેનો સામનો સ્પેનના જ પાબ્લો કારેના બુસ્તા સાથે થશે.
બીજી રાઉન્ડમાં જીતનીસાથે જ એક બીજી ઘટનાને કારણે નડાલ ચર્ચામાં છે. આ મેચ દરમિયાન જ્યારે તે ત્રીજા સેટમાં 4-1થી આગલ હતા, ત્યારે એક એવી ઘટના બની જે વાયરલ થઈ હી છે.
મેચના ત્રીજા સેટમાં 4-1થી જ્યારે નડાલ આગળ હતો, ત્યારે નડાલનો એક રિટર્ન કોર્ટની બહાર ગયો અને ત્યાં ઉભેલી છોકરીને વાગ્યો. જે ચેયર અમ્પાયરની નજીક ઉભી હતી. ત્યાર બાદ 19 ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નડાલે એ છોકરીથી માફી માંગી અને ગાલ પર ચુંબન કર્યું. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. બાદમાં 33 વર્ષીય ટેનિસ સ્ટાર તે બોલ ગર્લ અનિતા અને તેના માતા-પિતાને મળ્યો હતો. નડાલે અનિતાને એક ટોપી ગિફ્ટ આપી હતી જેના પર તેણે લખ્યું હતું કે, મારી મિત્ર અનિતાને, ઓલ ધ બેસ્ટ. નડાલે અનિતા સાથે એક સેલ્ફી લીધી હતી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરીને લખ્યું હતું કે, હું ખુશ છું કે અનિતાને વાગ્યુ નથી અને તે સારી છે. મને તેના માતા-પિતા અને ભાઈ માર્કને મળવાની તક મળી. થેન્ક યુ. આ ઘટના અંગે અનિતાએ જણાવ્યું હતું કે તેણે ક્યારેય ન હતું વિચાર્યું કે તેને વિશ્વના નબર વન ખેલાડી સાથે બેસવાની તક મળશે. અનિતા નડાલના આ વર્તનથી ઘણી જ ખુશ થઈ હતી.????(????@Eurosport_RU ) pic.twitter.com/IR5B2Z42fu
— doublefault28 (@doublefault28) January 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion