શોધખોળ કરો

Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર

Rafael Nadal Retirement:  આ સાથે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. નડાલ આ મેચ સીધા સેટમાં 6-4, 6-4થી હારી ગયો હતો

Rafael Nadal Retirement after Farewell Match: ટેનિસ ચાહકો માટે મંગળવારે (19 નવેમ્બર) નિરાશાજનક સમાચાર બહાર આવ્યા છે. 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલે તેની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી, જેમાં તે હારી ગયો હતો. આ સાથે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. નડાલ આ મેચ સીધા સેટમાં 6-4, 6-4થી હારી ગયો હતો.

નોંધનીય છે કે નડાલે ગયા મહિને ઓક્ટોબરમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે ડેવિસ કપમાં આ તેની છેલ્લી મેચ હશે. સિંગલ્સમાં નડાલનો મુકાબલો 80મા ક્રમાંકિત Botic van de Zandschulp સામે હતી.

બોટિકે આ મેચમાં શરૂઆતથી જ નડાલને સખત ટક્કર આપી હતી. તેણે પ્રથમ સેટમાં નડાલને 6-4ના માર્જીનથી હરાવ્યો હતો. બીજા સેટમાં પણ બોટિકે 5-4ની સરસાઈ મેળવી લીધી હતી, પરંતુ નડાલે વાપસી કરીને સ્કોર 4-3 કર્યો હતો. પરંતુ તે આ સેટ પણ જીતી શક્યો ન હતો. બોટિકે બીજો સેટ પણ 6-4થી જીતીને મેચ જીતી લીધી હતી.

ડેવિસ કપમાં તેની છેલ્લી મેચ રમતા પહેલા નડાલ ભાવુક જોવા મળ્યો હતો. રાષ્ટ્રગીત દરમિયાન નડાલ ભાવુક થઈ ગયો હતો. તેની આંખોમાંથી પણ આંસુ છલકાયા હતા. તેનો વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. જોકે, નડાલ તેની છેલ્લી મેચ જીતીને ચાહકોને ખુશી આપી શક્યો ન હતો. હાર બાદ તેના ચાહકો બમણા નિરાશ થયા હતા.

ફેડરરે 4 વર્ષ પહેલા જ નિવૃત્તિ લીધી હતી

ચાર વર્ષ પહેલા સ્વિત્ઝર્લેન્ડના મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિ લીધી હતી. હવે નડાલે પણ રમતને અલવિદા કહી દીધું છે. ફેડરરે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા હતા. આ યાદીમાં નડાલ બીજા સ્થાને છે.

સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરૂષ ખેલાડીઓ

24 - નોવાક જોકોવિચ

22 - રાફેલ નડાલ

20 - રોજર ફેડરર

14 - પીટ સેમ્પ્રાસ

12 - રોય એમર્સન

નડાલે સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે. આમાં તેણે તેના તાજેતરના સંઘર્ષ અને તેના શરીર પર રમતની અસર વિશે વાત કરી હતી.

નડાલે કહ્યું હતું કે, 'હું ખૂબ જ ઉત્સાહિત છું કે મારી છેલ્લી ટૂર્નામેન્ટ ડેવિસ કપની ફાઈનલ હશે, જેમાં હું દેશનું પ્રતિનિધિત્વ કરીશ. હું માનું છું કે પ્રોફેશનલ ટેનિસ ખેલાડી તરીકે મારી પ્રથમ જીતના આનંદ પછી હું હવે ફૂલ સર્કલના છેલ્લા તબક્કામાં આવી ગયો છું. ડેવિસ કપની ફાઈનલ 2004માં થઈ હતી. આટલું બધું અનુભવવા બદલ હું મારી જાતને સુપર સુપર લકી માનું છું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget