French Open 2022: રાફેલ નડાલે 14મી વખત ફ્રેંચ ઓપનનું ટાઈટલ જીત્યું, 22 ગ્રાન્ડસ્લેમ જીતનાર પ્રથમ ટેનિસ ખેલાડી
લાલ કાંકરીનો બાદશાહ (ક્લે કોર્ટનો કિંગ) રાફેલ નડાલ રેકોર્ડ 14મી વખત ફ્રેંચ ઓપન ચેમ્પિયન બની ગયો છે.
French Open 2022 Winner: લાલ કાંકરીનો બાદશાહ (ક્લે કોર્ટનો કિંગ) રાફેલ નડાલ રેકોર્ડ 14મી વખત ફ્રેંચ ઓપન ચેમ્પિયન બની ગયો છે. ફાઈનલમાં નડાલની સામે નાર્વેનો કૈસ્પર રૂડ હતો. આ મુકાબલામાં એક વાર ફરીથી રાફેલ નડાલે સાબિત કરકી દીધું છે કે, તેને ક્લે કોર્ટનો કિંગ શા માટે કહેવામાં આવે છે. રાફેલ નડાલે ફાઈનલ મેચમાં સીધા સેટમાં કૈસ્પર રૂડને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે.
સીધા સેટોમાં આપી હારઃ
નડાલે ફાઈનલ મુકાબલામમાં રૂડને 6-3, 6-3, 6-0થી હરાવીને ફ્રેંચ ઓપનનું ટાઈટલ જીતી લીધું છે. આ 14મી વખત બન્યું છે કે જ્યારે નડાલે ક્લે કોર્ટ પર પોતાની બાદશાહી સાબિત કરી દીધી છે. આ મુકાબલામાં રૂડ નડાલને ટક્કર નહોતો આપી શકતો. રૂડને એક તરફી મુકાબલામાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.
નડાલે ઈતિહાસ રચ્યોઃ
ફ્રેંચ ઓપન 2022નું ટાઈટલ જીતીને રાફેલ નડાલે પોતાના કેરિયરનું 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ સાથે જ નડાલે દુનિયાના નંબર વન ખેલાડી નોવાક જોકોવિક અને સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરના 21 ગ્રાન્ડ સ્લેમના રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે.
King of Clay x 14 👑@RafaelNadal remains undefeated in Paris finals, conquering Casper Ruud 6-3, 6-3, 6-0 for a 14th title#RolandGarros pic.twitter.com/GctcC17Ah8
— Roland-Garros (@rolandgarros) June 5, 2022
આ પહેલાં ફ્રાંસની કૈરોલિન ગાર્સિયા (Caroline Garcia) અને ક્રિસ્ટિના મ્લાદેનોવિચ (Kristina Mladenovic) ની જોડીએ કોકો ગૉફ અને જેસિકા પેગુલાની અમેરિકી જોડીને હરાવીને ફ્રેંચ ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમ મહિલા યુગલનું ટાઈટલ જીતી લીધું હતું. કૈરોલન અને ક્રિસ્ટિનાની આ રોલા ગૈરાં પર બીજી મહિલા યુગલ ચેમ્પિયનશિપ છે. આ પહેલાં બંનેએ 2016માં આ ટાઈટલ પોતાના નામે કર્યું હતું.