શોધખોળ કરો
Advertisement
રાહુલ દ્રવિડના લીધે ટીમ ઇન્ડિયાને થઈ રહ્યું છે નુકસાન, BCCI અધિકારીએ કહ્યું- દ્રવિડ લે જવાબદારી
રાહુલ દ્રવિડ હાલ નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ છે. બેંગલુરુમાં આવેલી આ એકેડમીમાં ભારતીય ખેલાડીઓની ફિટનેસની જવાબદારી હોય છે.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલ બીજી ટેસ્ટ મેચ પહેલા ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત થતાં ફરી એક વત નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ની ખેલાડીઓની ઈજા મેનેજમેન્ટ અને રિહેબીલિએશન પ્રકિરાય પર સવાલ ઉભા થઈ રહ્યા છે. બીસીસીઆઈ અધિકારીને લાગે છે કે એનસીએના પ્રમુખ રાહુલ દ્રવિડએ તેની જવાબદારી લાવી જોઈએ. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, ઇશાંતની ઈજાએ ફરી એક વખત એકેડમીના મેનજમેન્ટ પર એજ સવાલ ઉભા કર્યા છે જે ભૂતકાળમાં ભારતીય ખેલાડીઓએ ઉઠાવ્યા હતા અને તેના માટે દ્રવિડે જવાબદારી લેવી જોઈએ, સાથે જ તેનું સમાધાન કરવું જોઈએ.
અધિકારીએ કહ્યું કે, “એ જોવાનું રસપ્રદ રહેશે કે હાલમાં જે સ્કેન થયું છે અને જેને ફિટ જાહેર થયા બાદ જે સ્કેન કરવામાં આવશે તેમાં કેમ ફેરફાર જોવા મળી રહ્યા છે. દ્રવિડ ઘણાં જ સન્માનિત ખેલાડી છે, પરંતુ મેનેજમેન્ટ યોગ્ય નથી. કોઈ વિચારી શકે ખે દ્રવિડની કોચિંગને લઈને ટીકા કરવી એ ઈશ્વરની ટીકા સમાન છે, પરંતુ મેનેજમેન્ટ સાથે લેવાતા નિર્ણયની તપાસ જોઈએ અને ટીકા પણ, ખાસ કરીને ત્યારે જ્યારે ચર્ચા મહત્ત્વની મૂડી હોય એટલે કે ઇશાંતની વાત છે.”
રાહુલ દ્રવિડ હાલ નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ છે. બેંગલુરુમાં આવેલી આ એકેડમીમાં ભારતીય ખેલાડીઓની ફિટનેસની જવાબદારી હોય છે. જો કોઈ ભારતીય અનફિટ થાય તો તે એનસીએમાં જ ફિટ થાય છે અને તેમાંથી ક્લિનચીટ મળ્યા પછી તેને ફરી ટીમ ઇન્ડિયામાં સ્થાન મળે છે. જોકે થોડા કેટલાક સમયથી એનસીએ ઉપર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. કારણ કે જે પણ ખેલાડી એનસીએ જઈ રહ્યો છે તેની ઈજા ખરાબ થઈ રહી છે અથવા તે ફરી પાછો ઇજાગ્રસ્ત થઈ જાય છે.
તાજો મામલો ઇશાંત શર્માનો છે. જે ન્યૂઝીલેન્ડના પ્રવાસે એક ટેસ્ટ રમ્યા પછી ઇજાગ્રસ્ત થયો હતો. તેને NCAએ ટેસ્ટ શ્રેણી શરુ થયાના ત્રણ દિવસ પહેલા ફીટ જાહેર કરી દીધો હતો. ઇન્ડિયા ટૂડેમાં આવેલા રિપોર્ટ પ્રમાણે ઇશાંતના મુદ્દા પછી બીસીસીઆઈ અધિકારીઓને લાગે છે કે NCA ચીફ રાહુલ દ્રવિડે આ મામલાની જવાબદારી લેવી જોઈએ.
બીસીસીઆઈ અધિકારીઓએ જસપ્રીત બુમરાહનો ફિટનેસ ટેસ્ટ ના કરાવવાના મુદ્દે પણ એનસીએને ઘેર્યું છે. એનસીએએ બુમરાહનો ફિટનેસ ટેસ્ટ કરવાની ના પાડી દીધી હતી. કારણ કે તેણે પોતાની ઇજા બીજી ઠીક કરાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement