Weather: અમદાવાદમાં ભારત- પાકિસ્તાનના મેચ દરમિયાન પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે આપ્યા સંકેત
Gujarat Rain Forecast: વિધિવત રીતે ચોમાસાએ વિદાય લીધા બાદ પણ હજુ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.
Gujarat Rain Forecast: ગુજરાતમાંથી ચોમાસા સંપૂર્ણ વિદાય લઇ લીધી છે. જો કે, ફરી એક વરસાદી સિસ્ટમ સર્જાતા ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં છુટછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી છુટછવાયો વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં છુટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદ નેરન્દ્ર મોદી સ્ટેડિયમના રમનાર છે. ત્યારે 14 ઓક્ટોબરે સામાન્ય વરસાદના સંકેત હવામાન વિભાગે આપતા. મેચમાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે.તો ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિમાં વરસાદ વરસશે. રાજ્યના હવામાન વિભાગના મતે 15 અને 16 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
15 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા અને આણંદમાં છૂટ્ટા છવાયા વરસાદની આગાહી કરાઇ છે જ્યારે 16 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટ્ટા છવાયા વરસાદની આગાહી કરાઇ છે.
રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે વાતાવરણ પણ સૂકું બની ગયું છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે અને અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, નવરાત્રિમાં બે દિવસ વરસાદ વિઘ્ન બનશે. 15 અને 16 તારીખે વરસાદ પડી શકે છે.
આ આગાહીના કારણે આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. તે સિવાય ખેડૂતો પણ આ આગાહીના કારણે ચિંતિત થયા છે. હાલમાં ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે. તેવા સંજોગોમાં વરસાદ થાય તો ખેડૂતોના મોઠામાં આવેલો કોળીયો છીનવાઇ જશે, જેથી ખેડૂતોને દશા કફોડી બનશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 14 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ઉપરાંત 19 ઓક્ટોબરે પણ મજબૂત એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેના કારણે પણ ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો
India vs Pakistan: જો તમે કાર લઇને ભારત-પાકિસ્તાનની મેચ જોવા જવાના છો તો આ સમાચાર તમારે વાંચવા જરૂરી
VIDEO: તો શું ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રમશે શુભમન ? મેચ અગાઉ અમદાવાદ પહોંચ્યો ગિલ
નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે વરસાદ, આ દિવસે વરસાદની કરાઇ છે આગાહી