શોધખોળ કરો

VIDEO: તો શું ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રમશે શુભમન ? મેચ અગાઉ અમદાવાદ પહોંચ્યો ગિલ

India vs Pakistan World Cup 2023: ટીમ ઈન્ડિયાનો ઓપનર શુભમન ગિલ અમદાવાદ પહોંચ્યો હતો.

India vs Pakistan World Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે અમદાવાદમાં મેચ રમાશે. વર્લ્ડ કપ 2023ની આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો ઓપનર શુભમન ગિલ પ્રથમ બે મેચમાં રમી શક્યો નહોતો. ડેન્ગ્યુના કારણે તે બહાર રહ્યો હતો. પરંતુ હવે તેઓ અમદાવાદ પહોંચી ગયો છે. જોકે, હાલમાં શુભમનના રમવા અંગે કોઈ માહિતી સામે આવી નથી.

શુભમન ગિલ બુધવારે રાત્રે ચેન્નઈથી અમદાવાદ પહોંચ્યો હતો. પરંતુ ભારત-પાકિસ્તાન મેચમાં તેના રમવા અંગે કોઈ માહિતી બહાર આવી નથી. જો ગિલ ફિટ થશે તો તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં રમી હતી. 

તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ જણાવ્યું કે ગિલના પ્લેટલેટ કાઉન્ટ ઓછા હતા.  આ કારણોસર તે ભારતીય ક્રિકેટ ટીમ સાથે દિલ્હી ગયો ન હતો. તે સીધો અમદાવાદ પહોંચી ગયો છે. પરંતુ તેઓ પહેલા કરતા સ્વસ્થ અનુભવી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાવાની છે. 

શુભમન ગિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે માસ્ક પહેરીને સુરક્ષા કર્મચારીઓ સાથે અમદાવાદ એરપોર્ટમાંથી નીકળતો જોવા મળી રહ્યો છે. ગિલ ઉપરાંત પાકિસ્તાનની ટીમ પણ અમદાવાદ પહોંચી ગઈ છે. બુધવારે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે મોટી જીત હાંસલ કરી અને હવે ભારતીય ખેલાડીઓ પણ અમદાવાદ પહોંચશે.

કેવી છે ગિલની તબિયત?

ગિલ એરપોર્ટ પર એકદમ નોર્મલ દેખાતો હતો અને એવું લાગતું હતું કે તે ડેન્ગ્યુમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. હવે તેણે મેચ માટે ફિટનેસ મેળવવી પડશે. પાકિસ્તાન સામેની મેચમાં તે રમશે તેવી પૂરી આશા છે. ડેન્ગ્યુમાંથી સાજા થવામાં સામાન્ય રીતે એક સપ્તાહનો સમય લાગે છે.

ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચશે જ્યારે પાકિસ્તાનની ટીમ બુધવારે અમદાવાદ પહોંચી હતી. અગાઉ ભારતીય ઓપનર શુભમન ગિલ પણ અમદાવાદ પહોંચી ચૂક્યો છે. ભારતીય ટીમ ITC નર્મદા હોટેલમાં રોકાશે. ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદમાં સચિન તેંડુલકર, રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો હાજર રહેશે. મેચ પહેલા બૉલિવૂડના સિંગર અરિજીત સિંહ પરફોર્મ કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
Embed widget