ગુરુપૂર્ણિમાંના દિવસે સચિન પોતાના બાળપણના કોચ આચરેકર પ્રતિ સન્માન વ્યક્ત કર્યું હતું. અને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી.
2/5
આચરેકરના નિધન બાદ બીસીસીઆઈ સહિત ક્રિકેટ જગતના લોકોએ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું અને તેમને શ્રદ્ધાંજલિ આપી.
3/5
મુંબઈ: ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની વયે બુધવારે મુંબઇમાં નિધન થઇ ગયું છે. તેંડુલકરને બાળપણની લઈને ક્રિકેટના ભગવાન બનાવવા આચરેકરનું મોટું યોગદાન રહ્યું છે. સચિને શરુઆતના દિવસોમાં આચરેકર પાસેથી ક્રિકેટ શીખ્યો અને તેની સાથે સાથે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી પણ ટ્રેનિંગ લેતા હતા. આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
4/5
આચરેકરના નિધન પર ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ દુખ વ્યક્ત કર્યું છે. પોતાના ટ્વીટમાં લખ્યું કે, “આચરેકરે ના તો માત્ર દેશને મહાન ક્રિકેટરો આપ્યા પરંતુ તેઓએ સારા વ્યક્તિ પણ બનાવ્યા. ક્રિકેટમાં તેમનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે.”
5/5
પોતાના ક્રિકેટ કરિયરને લઇને સચિન હંમેશા આચરેકર સરનો આભાર માનતા આવ્યા છે. ગત દિવસોમાં સચિને કહ્યું હતું કે તેના બાળપણના કોચ રમાકાંત આચરેકરે તેમના કરિયરની શરૂઆતમાં જ ફિટનેસનું મહત્વ જણાવ્યું હતું.