શોધખોળ કરો
Advertisement
રણજી ટ્રોફી ફાઈનલમાં ચેતેશ્વર પુજારા છેક છઠ્ઠા ક્રમે આવ્યો રમવા, 24 બોલ રમ્યોને પછી........
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારા રણજી ટ્રોફી ફાઈનલમાં બંગાળ સામે છઠ્ઠા ક્રમે રમવા આવ્યો હતો.
રાજકોટઃ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ચાલી રહી છે. પ્રથમ દિવસે રાજકોટના કેપ્ટન જયદેવ ઉનડકટે ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. દિવસના અંતે સૌરાષ્ટ્રનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 206 રન છે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારા છઠ્ઠા ક્રમે રમવા આવ્યો હતો. પરંતુ 24 બોલનો સામનો કર્યા બાદ તબિયત ખરાબ થતાં મેદાન છોડીને જતો રહ્યો હતો. સામાન્ય રીતે પુજારા ત્રીજા ક્રમે બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે પરંતુ પ્રથમ વિકેટ પડ્યા બાદ જ્યારે તે ન આવ્યો ત્યારે લોકોને આશ્ચર્ય થયું. પરંતુ થોડીવાર પછી ખબર પડી કે તેની તબિયત ખરાબ હોવાના કારણે બેટિંગમાં આવ્યો નથી.
24 બોલનો સાનો કર્યો બાદ તેને સારું નહોતું લાગી રહ્યું. જે બાદ તેણે એમ્પાયરને આ વાત જણાવી. એમ્પાયરે તેને મેદાન છોડવાની મંજૂરી આપ્યા બાદ 5 રન બનાવી રિટાયર્ડ થયો હતો. પુજારા તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ પ્રવાસેથી પરત ફર્યો છે.
ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચની સીરિઝમાં તે ખાસ દેખાવ કરી શક્યો નહોતો. ચાર ઈનિંગમાં થઈ તેણે કુલ 100 રન બનાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement