શોધખોળ કરો
Advertisement
રણજી ટ્રોફીઃ ગુજરાતને હરાવી સૌરાષ્ટ્ર ફાઇનલમાં, બંગાળ સામે ટકરાશે
કેપ્ટન જયદેવ ઉનડકટની ઘાતક બોલિંગની મદદથી સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં ગુજરાતને 92 રનની હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
અમદાવાદઃ કેપ્ટન જયદેવ ઉનડકટની ઘાતક બોલિંગની મદદથી સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં પાંચમા અને અંતિમ દિવસે ગુજરાતને 92 રનની હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં સૌરાષ્ટ્રનો સામનો બંગાળ સામે થશે. બંગાળે ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી એક અન્ય સેમિફાઇનલમાં કર્ણાટકને 174 રનથી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ફાઇનલ નવ માર્ચના રોજ રમાશે.
સૌરાષ્ટ્રે પોતાની પ્રથમ ઇનિંગમાં 304 રનનો સ્કોર બનાવ્યો હતો અને બાદમાં ગુજરાતની ટીમ પ્રથમ ઇનિંગમાં 252 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના કારણે સૌરાષ્ટ્રને 52 રનની લીડ મળી હતી. સૌરાષ્ટ્રે બીજી ઇનિંગમાં 274 રનનો સ્કોર બનાવ્યો હતો અને ગુજરાત સમક્ષ જીત માટે 327 રનનો ટાર્ગેટ આપ્યો હતો.Saurashtra hold their nerve in a thriller against Gujarat and reach the @paytm #RanjiTrophy 2019-20 final.👌 Scorecard 👉 https://t.co/bL3yaUUHOc#GUJvSAU @saucricket pic.twitter.com/Y46g6VeqBb
— BCCI Domestic (@BCCIdomestic) March 4, 2020
જેનો પીછો કરતા ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે ફક્ત 63 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ ચિરાગ ગાંધી (96) અને કેપ્ટન પાર્થિવ પટેલે (93)એ છઠ્ઠા વિકેટ માટે 158 રનની ભાગીદારી કરી હતી પરંતુ બંન્ને ટીમને જીત અપાવી શક્યા નહોતા અને ગુજરાતની ટીમ 234 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સૌરાષ્ટ્ર તરફથી કેપ્ટન જયદેવ ઉનડકટે સાત વિકેટ ઝડપી હતી. તે સિવાય ધર્મેન્દ્ર સિંહ જાડેજા, ચિરાગ જાની અને પ્રેરક માકંડે એક-એક વિકેટ લીધી હતી. આ અગાઉ સૌરાષ્ટ્ર 2012માં મુંબઈ સામેની ફાઇનલમાં એક ઇનિંગ્સ અને 125 રને હાર્યું હતું.Congratulations Team Saurashtra and Team support for entering Final of #RanjiTrophy 2019-20 very very proud of you @BCCIdomestic @BCCI @JUnadkat pic.twitter.com/ApFTiqXB5j
— Saurashtra Cricket (@saucricket) March 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement