શોધખોળ કરો
Advertisement
ધોનીને પણ ટક્કર આપે એવા અંદાજમાં આ ખેલાડીએ ફટકાર્યો હેલિકોપ્ટર શોટ, Video થયો વાયરલ
ક્રિકેટમાં હેલિકોપ્ટર શોટ માટે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જાણીતા છે, પરંતુ રાશિદે પણ આ શોટ રમવામાં માહેર થઈ ગયો છે અને કેટલીક ટી20 લીગ મેચમાં આ શોટ પણ રમ્યો છે.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રાશિદ ખાને એક વીડિયો ટ્વીટ કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાશિદ કાન કોઈ ટૂર્નામેન્ટમાં બેટિંગ કરતા જોવા મળી રહ્યો છે અને તેણે એકદમ અલગ જ અંદાજમાં શોટ ફટકાર્યો છે. આ વીડિયોમાં રાશિદે ફાસ્ટ બોલરના બોલ પર થર્ડ મેન એરિયામાં જે શોટ માર્યો તે હેલિકોપ્ટર શોટના અંદાજમાં માર્યો છે, પરંતુ તે કંઈક અલગ અંદાજમાં છે. રાશિદે આ વીડિયોનું કેપ્શન પણ રસપ્રદ રીતે લખ્યું છે.
ક્રિકેટમાં હેલિકોપ્ટર શોટ માટે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જાણીતા છે, પરંતુ રાશિદે પણ આ શોટ રમવામાં માહેર થઈ ગયો છે અને કેટલીક ટી20 લીગ મેચમાં આ શોટ પણ રમ્યો છે. પરંતુ આ વખતે તેનો આ શોટ પારંપરિક હેલિકોપ્ટર શોટ કરતાં અલગ અંદાજમાં ફટકારવામાં આવ્યો. રાશિદે વીડિયો શેર કરતાં લખ્યું, “શું તમે આને હેલિકોપ્ટર શોટ કહેશો? મને તો લાગે છે.” આ વીડિયો પર કેટલીક મજેદાર કોમેન્ટ્સ પણ આવી છે. બિલાલ આસિફે તેના પર કમેન્ટ કરતાં લખ્યું, ‘રિવર્સ હેલિકોપ્ટર શોટ.’ જેના પર રાશિદે લખ્યું, ‘બિલકુલ સાચુ’.Do you call it helicopter?? I think soo 🤔🤔🚁 pic.twitter.com/DXYL15TSS1
— Rashid Khan (@rashidkhan_19) March 2, 2020
અફખાનિસ્તાની ક્રિકેટર હામિદ હસને તેને ‘નિંજા કટ’નું નામ આપ્યું છે. હાલમાં જ રાશિદ ખાને ઓસ્ટ્રેલિયામાં રમાયેલ બિગ બૈશ લીગમાં ભાગ લીધો હતો. રાશિદ એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી રમે છે. બિગ બૈશ લીગમાં તેમે હેટ્રિક પણ લીધી હતી. રાશિદ ખાને જોકે પોતાનો વીડિયો શેર કરતાં ટૂર્નામેન્ટનું નામ લખ્યું નથી.Reverse helicopter shot😂😂😂😂
— Bilal Asif (@bilalasif2411) March 2, 2020
આપને જણાવી દઈએ કે રાશિદ ખાન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ તરફથી રમે છે. ઉપરાંત તે ઓસ્ટ્રેલિયામાં થનારી બિગ બૈશ લીગનો પણ હિસ્સો છે. હોલિકોપ્ટર શોટની વાત કરીએ તો આ શોટ માટે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જાણીતો છે. તે આ શોટ ખૂબ જ સારી રીતે ફટકારે છે.ninja cut😉
— Hamid Hassan (@hamidhassanHH) March 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement