રાશિદ ખાને ટી-20 ક્રિકેટના ટૉપ ફાઈવ શ્રેષ્ઠ ક્રિકેટર્સનાં ગણાવ્યાં નામ, ભારતના ક્યા બે ખેલાડીનો સમાવેશ ?
રાશિદે પહેલા નંબર પર વિરાટ કોહલીને રાખ્યો છે, જે દુનિયાના દરેક ફોર્મેટમાં બેસ્ટ છે. તેને ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવ્યા છે,
નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપ (T20 World Cup)ની શરૂઆત થવા જઇ રહી છે. આ પહેલા અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાને (Rashid Khan) પોતાના પસંદગીના ટૉપ 5 ટી20 ક્રિકેટરોનુ સિલેક્શન કર્યુ છે. આઇસીસીએ (ICC) રાશિદ ખાન દ્વાર પસંદ કરવામાં આવેલા ટૉપ 5 ખેલાડીઓના (Rashid Khan names his top five T20 players) નામ સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે.
રાશિદ ખાને પોતાના દ્વારા પસંદ કરાયેલા ટૉપ 5 ખેલાડીઓમાં ભારતના બે ખેલાડીઓને જગ્યા આપી છે, જે બે ભારતીય ખેલાડીઓને જગ્યા આપી છે તે ના તો રોહિત શર્મા છે ના તો ધોની છે. પરંતુ તેને વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાને આ લિસ્ટમાં સામેલ કર્યા છે.
🇳🇿 One Kiwi
🌴 One West Indies star
🇿🇦 One South African
🇮🇳 Two Indians
Rashid Khan’s top five T20 players 👇#T20WorldCup https://t.co/p7OcBNHsFd— ICC (@ICC) October 12, 2021
રાશિદ ખાનના ટૉપ 5 ટી20 ક્રિકેટર-
વિરાટ કોહલી, કેન વિલિયમસન, એબી ડિવિલિયર્સ, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા.
રાશિદે પહેલા નંબર પર વિરાટ કોહલીને રાખ્યો છે, જે દુનિયાના દરેક ફોર્મેટમાં બેસ્ટ છે. તેને ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવ્યા છે, અને તે ખરેખરમાં નંબર એકનો હકદાર છે. આ ઉપરાંત રાશિદ ખાને બીજા નંબર પર કેન વિલિયમસનને જગ્યા આપી છે.
T-20 વર્લ્ડકપની ભારતીય ટીમમાંથી આ બે મહત્વના ખેલાડી ફિટનેસના કારણે મૂકાઈ શકે છે પડતા-
આઈપીએલ 2021 પૂરી થયાના ગણતરીના દિવસોમાં જ આઈસીસી ટી-20 વર્લ્ડકપ શરૂ થશે. પરંતુ તે પહેલા આજે ટીમ ઈન્ડિયાની બેઠક મળશે. જેમાં હાર્દિક પંડ્યા અને વરૂણ ચક્રવર્તીની ફિટનેસને લઈ ચર્ચા થશે.
હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીની ફિટનેસ હજુ પણ ભારત માટે ચિંતાનો વિષય બની રહી છે. હાર્દિકની ફિટનેસ વિશે વિચારવા જેવી બાબત છે. આઈપીએલમાં પણ હાર્દિક પંડ્યા બેટિંગમાં કમાલ બતાવી શક્યો નહોતો, જ્યારે એક પણ ઓવર બોલિંગ કરી નહોતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ હાર્દિકની બોલિંગ બાબતે જે વાત જણાવી છે તેનાથી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. રોહિત શર્માએ કહ્યું કે તેને નથી લાગી રહ્યું કે હાર્દિક હજી પણ બોલિંગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાર્દિકે IPLના બીજા તબક્કામાં એક પણ બોલ ફેંક્યો નથી. એવામાં ટી-20 વર્લ્ડ કપમાં તેની બોલિંગ કરવાની આશા ઘણી જ ઓછી છે