શોધખોળ કરો
વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટમાં અશ્વિનના બદલે જાડેજાને કેમ રમાડ્યો? કોચ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં પ્લેઇંગ ઇલેવનમાં અશ્વિનના સ્થાને જાડેજાની પસંદગી કરવા પર સુનીલ ગવાસ્કર જેવા દિગ્ગજ પણ આશ્વર્યચકિત થયા હતા.

કિંગસ્ટનઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ શનિવારે રવિચંદ્રન અશ્વિન જેવા ચેમ્પિયન બોલરના બદલે પ્લેઇંગ ઇલેવનમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કેમ કરવામાં આવ્યો તેને લઇને સ્પષ્ટતા કરી હતી. શાસ્ત્રીએ કહ્યું કે, જાડેજાની બોલિંગમાં સુધારો થયો છે અને સપાટ પિચ પર બોલિંગ મામલામાં તેનું નિયંત્રણ સારુ છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં પ્લેઇંગ ઇલેવનમાં અશ્વિનના સ્થાને જાડેજાની પસંદગી કરવા પર સુનીલ ગવાસ્કર જેવા દિગ્ગજ પણ આશ્વર્યચકિત થયા હતા. વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં જાડેજાએ અડધી સદી ફટકાર્યા બાદ પ્રથમ ઇનિગમાં બે વિકેટ ઝડપી ટીકાકારોને જવાબ આપ્યો હતો. શાસ્ત્રીએ કહ્યું કે, જાડેજાનો રેકોર્ડ શાનદાર છે. તમારે જોવું જોઇશે કે તે ટીમમાં કેટલો સહયોગ આપે છે. હવે તે દુનિયાનો સૌથી સારો ફિલ્ડર છે અને તેણે પોતાની બોલિંગમાં પણ ઘણો સુધારો કર્યો છે. અશ્વિને એશિયા બહાર સપાટ પિચો પર હંમેશા સારુ પ્રદર્શન કર્યુ છે. શાસ્ત્રીએ નોર્થ સાઉન્ડ અને કિંગસ્ટનની પિચો અંગે વાત કરતા કહ્યું કે, મને નથી લાગતુ કે અહી સ્પિનરો માટે કાંઇક છે. અહી તમારે નિયંત્રણની જરૂર પડે છે. અમે પ્રથમ ટેસ્ટ મેચમાં જાડેજાની પસંદગી એટલા માટે કરી હતી કારણ કે પિચમાં ભેજ હતો. જો અમે પ્રથમ બોલિંગ કરી રહ્યા હોત તો બેટ્સમેનને મુશ્કેલીમાં નાખી શક્યા હોત. એવી સ્થિતિમાં અમે પ્રથમ સત્રમાં તેનો ઉપયોગ કરી શક્યા હોત.
વધુ વાંચો





















