ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતાં પહેલા પ્રેસ કૉન્ફરન્સમાં શાસ્ત્રીએ સ્પષ્ટ કરી દીધુ કે અમે તે 15 ખેલાડીઓને રમાડવાનો પ્રસાસ કરીશુ જે વર્લ્ડકપ માટે જશે. હવે ટીમમાં કોઇ ફેરફાર નહીં થાય. ફેરફારો કરવાનો સમય પુરો થઇ ગયો છે.
2/6
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 નજીક આવી રહ્યો છે તેમ તેમ ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓની પૉઝિશન અને રમત પર ચર્ચા થઇ રહી છે. દરેક ખેલાડી પોતાના વર્લ્ડકપ 2019માં રમવાની દાવેદારી કરી રહ્યો છે. હવે આ મામલે કૉચ રવિ શાસ્ત્રીએ મોટુ નિવેદન આપી દીધુ છે. શાસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે કયા કયા ખેલાડીઓ વર્લ્ડકપ 2019 નહીં રમી શકે.
3/6
4/6
5/6
ભારતીય કૉચ રવિ શાસ્ત્રીએ ગુરુવારે કહ્યું કે વનડે ટીમમાં હવે કોઇ ફેરફાર કરવામાં નહીં આવે, કેમકે સાઉથ આફ્રિકા સામેના પાંચ જૂનનુ વર્લ્ડકપની મેચ પહેલા ભારતને માત્ર 13 મેચો જ રમવાની છે. શાસ્ત્રીએ સંકેત આપતા કહ્યું કે, હવે તેઓ 15 ખેલાડીઓની સાથે જ રમશે જેઓને વર્લ્ડકપ 2019 માટે ઇંગ્લેન્ડ જવાની સંભાવના છે.
6/6
કૉચ શાસ્ત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયુ છે કે, ટીમ ઇન્ડિયાની વનડે સ્ક્વૉડમાં જોડાયેલા યુવરાજ સિંહ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર જેવા દિગ્ગજ બેટ્સમેનો હવે વર્લ્ડકપ 2019માં રમતા નહીં દેખાય. ઉપરાંત ટેસ્ટ ટીમના કેપ્ટન અજિંક્યે રહાણે પણ વર્લ્ડકપ રમવાની રેસમાંથી બહાર થતો દેખાઇ રહ્યો છે.