શોધખોળ કરો
Advertisement
ICC ODI રેન્કિંગઃ ટોપ-10 ઓલરાઉન્ડર્સમાં જાડેજા થયો સામેલ, જાણો કેટલામો છે નંબર
ઈંગ્લેન્ડને વર્લ્ડકપ વિજેતા બનાવવામાં મહત્વનો રોલ ભજવનારો બેન સ્ટોક્સ 304 પોઇન્ટ સાથે ઓલરાઉન્ડર્સની યાદીમાં પ્રથમ નંબર પર છે.
નવી દિલ્હીઃ ICC દ્વારા આજે વન ડે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બોલર્સ અને બેટ્સમેનમાં ભારતીય ખેલાડીનો દબદબો રહ્યો છે. બેટ્સમેનમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી નંબર વન પર છે તો બોલર્સમાં યોર્કરમેન તરીકે ઓળખાતો અમદાવાદી જસપ્રીત બુમરાહ નંબર એક પર છે.
જ્યારે ઓલરાઉન્ડર્સના રેન્કિંગમાં પણ ટીમ ઈન્ડિયાના એક ખેલાડીની એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્રનો સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર્સની યાદીમાં 233 પોઇન્ટ સાથે 10માં ક્રમે છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચની વન ડે શ્રેણીમાં પ્રથમ બે મેચમાં બેટિંગ અને છેલ્લી બે મેચમાં બોલિંગ દ્વારા કરેલા દેખાવના કારણે તેનો ટોપ-10માં સમાવેશ થયો છે.
ઈંગ્લેન્ડને વર્લ્ડકપ વિજેતા બનાવવામાં મહત્વનો રોલ ભજવનારો બેન સ્ટોક્સ 304 પોઇન્ટ સાથે ઓલરાઉન્ડર્સની યાદીમાં પ્રથમ નંબર પર છે. 301 પોઇન્ટ સાથે અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી ઓલરાઉન્ડર્સના લિસ્ટમાં બીજા નંબર પર છે.
ICC ODI રેન્કિંગઃ ભારતીય ખેલાડીઓને દબદબો, આ ખેલાડીઓ છે ટોપ પરRavindra Jadeja joins Sean Williams at No.10 in the latest @MRFWorldwide ICC Men's ODI Rankings for all-rounders.
Full rankings: https://t.co/tHR5rK3ru7 pic.twitter.com/MTchPv9Sub — ICC (@ICC) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement