શોધખોળ કરો
Advertisement
ICC ODI રેન્કિંગઃ ભારતીય ખેલાડીઓનો દબદબો, આ ખેલાડીઓ છે ટોપ પર
આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા રેન્કિંગમાં કોહલી પ્રથમ સ્થાને અને રોહિત શર્મા બીજી સ્થાને છે. કોહલીના 886 પોઇન્ટ અને રોહિતના 868 પોઇન્ટ છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ ICC વન ડે રેન્કિંગમાં તેમનો દબદબો જાળવી રાખ્યો છે. આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા રેન્કિંગમાં કોહલી પ્રથમ સ્થાને અને રોહિત શર્મા બીજી સ્થાને છે.
કોહલીના 886 પોઇન્ટ અને રોહિતના 868 પોઇન્ટ છે. આ બંને બેટ્સમેનોએ રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન ડે મેચમાં યાદગાર ઈનિંગ રમીને ભારતની સીરિઝ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વન ડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિંચને એક-એક સ્થાનનો ફાયદો થયો છે. ડેવિડ વોર્નર સાતમાંથી છઠ્ઠા અને એરોન ફિંચ 11માંથી 10માં નંબર પર પહોંચી ગયા છે.
બોલર્સના વન ડે રેન્કિંગમાં ભારતના યોર્કરમેન જસપ્રીત બુમરાહ 764 પોઇન્ટ સાથે પ્રથમ, ન્યૂઝલેન્ડનો પેસર ટ્રેન્ટ બોલ્ટ 737 પોઇન્ટ સાથે બીજા અને અફઘાનિસ્તાનનો ઓફ સ્પિનર મુજીબ ઉર રહમાન 701 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર રબાડા 684 પોઇન્ટ સાથે ચોથા અને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ 673 અંક સાથે પાંચમા નંબર પર છે.???? Rabada ???? Cummins ???? Starc slips to No.10
Latest @MRFWorldwide ICC Men's ODI Rankings for bowling: https://t.co/tHR5rKl2SH pic.twitter.com/hAnIZoJXF7 — ICC (@ICC) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement