શોધખોળ કરો
Advertisement
VIDEO: જાડેજાએ પકડ્યો ‘સદીનો શાનદાર કેચ’, હવામાં છલાંગ લગાવી સુપરમેનના અંદાજમાં પક્ડયો કેચ
ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન જ્યારે ભારતને વિકેટ નહોતી મળતી ત્યારે જાડેજાએ હવામાં છલાંગ લગાવીને કેચ પકડીને ભારતને સફળતા અપાવી હતી.
ક્રાઇસ્ટચર્ચઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ શાનદાર કેચ પકડ્યો હતો. જાડેજાએ હવામાં છલાંગ લગાવીને અકલ્પનીય કેચ પકડ્યો હતો. જાડેજાની ગણતરી વિશ્વના ટોચના ફિલ્ડરોમાં થાય છે અને ઘણી વખત તેની ફિલ્ડિંગ મેચનું પરિણામ પણ બદલી નાંખતી હોય છે. ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન જ્યારે ભારતને વિકેટ નહોતી મળતી ત્યારે જાડેજાએ હવામાં છલાંગ લગાવીને કેચ પકડીને ભારતને સફળતા અપાવી હતી.
ન્યૂઝીલેન્ડની ઈનિંગની 72મી ઓવર શમી ફેંકતો હતો. કિવી ટીમના પૂંછડિયા બેટ્સમેનો ભારત માટે પરેશાની બની રહ્યા હતા. વેગનર અને જેમિસન રન બનાવતા હતા. બંને વચ્ચે 51 રનની પાર્ટનરશિપ થઈ ચુકી હતી. આ ઓવરના અંતિમ બોલ પર વેગનરે શોટ ફટકાર્યો પણ સફળ ન થયો.
શમીએ શોર્ટ પિચ બોલ ફેંક્યો હતો, જેને તે સ્કવેર લેગ બાઉન્ડ્રી પર ફટકારવા ઈચ્છતો હતો. બોલ હવામાં ઉછળ્યો પરંતુ ત્યાં ઉભેલા જાડેજાએ સુપરમેનની જેમ હવામાં ઉડીને શાનદાર કેચ પકડ્યો. આ કેચને સદીનો શાનદાર કેચ માનવામાં આવી શકે છે.This catch from India's Ravi Jadeja is indescribable. Have a feeling it'll make tonight's #SCTop10. (cc: @SportsCenter) #NZvIND pic.twitter.com/I62klS69jX
— Ben Baby (@Ben_Baby) March 1, 2020
ન્યૂઝીલેન્ડ પ્રથમ ઈનિંગમાં 235 રન બનાવી ઓલઆઉટ થતાં ભારતને 7 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ભારતે દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 90 રન બનાવ્યા છે.That's Stumps on Day 2 of the 2nd Test. #TeamIndia end the day at 90 for 6 and lead New Zealand by 97 runs. #NZvIND Scorecard ➡️ https://t.co/VTLQt4iEFz pic.twitter.com/cEFA3cLKcx
— BCCI (@BCCI) March 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion