શોધખોળ કરો
Advertisement
આમ કરનારો વિશ્વનો બીજો ખેલાડી બન્યો વિરાટ કોહલી, બનાવ્યો ખાસ રેકોર્ડ
બેંગલુરુઃ ભારતીય ક્રિકેટ ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 5000 રન પૂરા કરી લીધા છે. કોહલીએ ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ આઈપીઓલની 12 સીઝનના સાતમાં મેચમાં આ ઉપલબ્ધિ મેળવી છે.
વિરાટ કોહલીએ આઈપીએલમાં અત્યાર સુધી 165 મેચોની 157 ઇનિંગમાં બેટિંગ કરતાં 38.85ની સરેરાશ અને 130.61ની સ્ટ્રાઇક રેટથી 5000 રન પૂરા કર્યા છે. જ્યારે તેના નામે ચાર સદી અને 34 અડધી સદી નોંધાયેલી છે. તે સુરેશ રૈના બાદ આવું કરનારો માત્ર બીજો બેટ્સમેન છે.
ચેન્નઇ સુપરકિંગ્સના સ્ટાર બેટ્સમેન રૈનાએ આઈપીએલ 2019ની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વિરુદ્ધ ચેન્નઇમાં આવું કર્યું હતું. તેમના નામે 178 મેચોની 174 ઇનિંગમાં 5034 રન નોંધાયા છે. જ્યારે આ દરમિયાન તેની સરેરાશ 34.24 અને સ્ટ્રાઇક રેઠ 138.41 રન રહી છે. રૈનાના નામે એક સદી અને 35 અડધી સદી નોંધાઈ છે.
વિરાટ કોહલીએ એક ટીમ માટે પોતાના તમામ રન બનાવ્યા છે. જ્યારે રૈનાએ ચેન્નઇ સુપરકિંગ્સ ઉપરાંત ગુજરાત લાયન્સ માટે બેટિંગ કરતાં આવું કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement