શોધખોળ કરો
વિરાટ વિરોધી ટીમના ક્યા બેટ્સમેનની બેટિંગ પર ફિદા થઈને મેદાન પર જ પાડવા લાગ્યો તાળીઓ ? જાણો વિગત
1/3

બેગ્લોરઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોર સામેની મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સનો પાંચ વિકેટે વિજય થયો હતો. બેગ્લોરે જીતવા માટે આપેલા 206 રનના પડકારને ચેન્નઇએ બે બોલ બાકી હતા ત્યારે પાર કરી લીધો હતો. ચેન્નઇના જીતમાં રાયડુ અને કેપ્ટન ધોનીની આક્રમક ઇનિંગ મહત્વની રહી હતી.
2/3

હાર બાદ કોહલીએ કહ્યું કે, ધોનીની બેટિંગ જોઇ મને લાગતું હતું કે હું ટીમ ઇન્ડિયા તરફથી રમું છું અને ધોની ચોગ્ગા- છગ્ગા મારી હરિફ ટીમને હરાવી રહ્યો છે. પરંતુ બાદમાં મને લાગ્યું કે, ધોની તો અમને હરાવવા માટે રમે છે. કોહલીએ એવો સૂર વ્યક્ત કર્યો હતો કે ધોનીની લાજવાબ બેટિંગ સામે અમે લાચાર હતા.
Published at : 27 Apr 2018 11:05 AM (IST)
View More





















