થર્ડ અંપાયરે RCBના ક્યા બેટ્સમેનને નોટઆઉટ આપતાં રાહુલ મેદાન પરના અંપાયર સાથે ઝગડી પડ્યો, જાણો વિગત
આ મેચમાં બેંગ્લૉરે ટૉસ જીત્યો ને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. બન્ને ઓપનરોએ આરસીબીને સારી શરૂઆત અપાવી. પરંતુ એક ઘટનાએ બધાને ધ્યાન ખેંચ્યુ.
નવી દિલ્હીઃ રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની 48 મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ. શારજહાંના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બેંગ્લૉરે જીત મેળવીને પ્લેઓફની રેસમાં ટકી છે. આ મેચમાં બેંગ્લૉરે ટૉસ જીત્યો ને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. બન્ને ઓપનરોએ આરસીબીને સારી શરૂઆત અપાવી. પરંતુ એક ઘટનાએ બધાને ધ્યાન ખેંચ્યુ.
8મી ઓવરમાં મેદાન પર પંજાબના કેપ્ટન કેએલ રાહુલ અને એમ્પાયર વચ્ચે જોરદાર ઝઘડો જોવા મળ્યો. આ ઝઘડો આરસીબીના ઓપનર દેવદત્ત પડિકલને નૉટઆઉટ આપવાને લઇને થયો હતો. કેએલ રાહુલ એમ્પાયર સાથે ઝઘડી પડ્યો તેનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ખરેખરમાં, પંજાબના કેપ્ટન રાહુલે પડ્ડિકલ વિરૂદ્ધ કોટ બિહાઈન્ડની અપીલ કરી હતી, જેમાં વીડિયો અને અલ્ટ્રાએડ્જમાં પણ નજીવો સ્પાઈક જોવા મળ્યો હતો. તેમ છતા થર્ડ અમ્પાયરે બેટરને નોટઆઉટ આપતા રાહુલ ગુસ્સે થયો હતો.
દમદાર રીતે બેટિંગ કરી રહેલી RCBની ઓપનિંગ પાર્ટનરશિપ તોડવા માટે રવિ બિશ્નોઈ બૉલિંગ માટે આવ્યો હતો. ઈનિંગની 8મી ઓવરના ત્રીજા બોલ પર પડ્ડિકલને ચોંકાવી દીધો હતો. RCBનો બેટર પડ્ડિકલ રિવર્સ સ્વીપ મારવા જતા બિટ થયો હતો. જેના વિરૂદ્ધ કે.એલ.રાહુલે કોટ બિહાઈન્ડની અપીલ કરી હતી પરંતુ ફિલ્ડ અમ્પાયરે તેને નકારી કાઢી હતી. કે.એલ.રાહુલે અમ્પાયરના નિર્ણયને પડકારી DRS લીધો હતો. જેમાં વીડિયો ફુટેજમાં ચેક કરતા સ્પષ્ટપણે નજીવો સ્પાઈક જોવા મળ્યો હતો, પરંતુ થર્ડ અમ્પાયરે પણ પડ્ડિકલને આઉટ જાહેર કર્યો હતો. આ નિર્ણયથી કેએલ રાહુલ ગુસ્સે ભરાઇ ગયો હતો. પંજાબે આની સાથે DRS પણ ગુમાવ્યું હતું. કે.એલ.રાહુલ ગુસ્સે થયો હતો. તે તાત્કાલિક ફિલ્ડ અમ્પયાર પાસે ગયો અને આ અંગે ફરિયાદ કરવા લાગ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઊગ્ર ચર્ચા પણ થઈ હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
પંજાબ કિંગ્સે ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે વીડિયો ફુટેજમાં સ્પષ્ટપણે સ્પાઈક જોવા મળ્યો હતો પરંતુ થર્ડ અમ્પયારના નોટઆઉટના નિર્ણયે અમને અચંબિત કરી દીધા.