શોધખોળ કરો
Advertisement
ક્રિસ ગેઇલનો વર્લ્ડ રેકોર્ડ, એક વન ડે સીરિઝમાં સૌથી વધારે છગ્ગા મારવાનો રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેઇલે શનિવારે ઈંગ્લેન્ડ સામે પાંચમી અને અંતિમ વન ડેમાં એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ગેલે માત્ર 27 બોલમાં પાંચ ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી 77 રન ફટકાર્યા હતા. ગેઇલ એક દ્વીપક્ષીય વન ડે શ્રેણીમાં સૌથી વધારે સિક્સ મારનારો ખેલાડી બની ગયો છે.
વાંચોઃ ICCએ ફગાવી PAK સાથે સંબંધ ખતમ કરવાની ભારતની માંગ, કહ્યું- આ અમારું કામ નથી
યૂનિવર્સ બોસે ઈંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચની વન ડે શ્રેણીમાં બે સદી અને અને બે અડધી સદીની મદદથી 428 રન બનાવ્યા હતા. તેના આ શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ સીરિઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ગેઇલે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર અંતિમ વન ડે સીરિઝ રમી હતી. તે 2019 વર્લ્ડકપ બાદ વન ડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ચુક્યો છે.
વાંચોઃ INDvAUS: પ્રથમ વન-ડેમાં ભારતનો 6 વિકેટથી વિજય, કેદાર જાધવના અણનમ 81 રન
ક્રિસ ગેઇલે ઇંગ્લેન્ડ સામેની સીરિઝમાં કુલ 39 છગ્ગા ફટકાર્યા. જે કોઈ દ્વીપક્ષીય વન ડે સીરિઝમાં સૌથી વધારે છગ્ગા મારવાનો રેકોર્ડ છે. તેણે ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માને પાછળ રાખ્યો હતો. રોહિતે 2013માં ઓસ્ટ્રેલિયા સામે ઘરેલુ શ્રેણીમાં 23 છગ્ગા માર્યા હતા.
વન-ડેમાં મેન ઓફ ધ સિરીઝ બનનાર સૌથી મોટી ઉંમરના ખેલાડીના મામલે ગેઈલે (39 વર્ષ, 162 દિવસ) ઇમરાન તાહિર (39 વર્ષ, 162 દિવસ)ના રેકોર્ડની બરાબરી કરી હતી.#WIvENG 'Gayle Storm' has hit St. Lucia!????⛈???? Chris Gayle now has the fastest ODI Half Century by a WINDIES Batsman! 50 off just 19 balls! ???????????? #MenInMaroon #ItsOurGame #ChrisGayle #GayleForce pic.twitter.com/Pc5fsY3NUt
— Windies Cricket (@windiescricket) March 2, 2019
#WIvENG 424 runs and 39 sixes in just 4 innings! Who else but the Universe Boss! ????#MenInMaroon #ItsOurGame #ChrisGayle #GayleForce pic.twitter.com/G6zEhOv1Ld
— Windies Cricket (@windiescricket) March 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement