શોધખોળ કરો
Advertisement
વિરાટ કહોલીએ ઋષભ પંત અને શ્રેયસને લઈને કહી આ વાત, જાણીને તમે પણ હસવા લાગશો
બેંગલુરુ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 સિરીઝની અંતિમ મેચ રમાઈ હતી. આ મેચ સાઉથ આફ્રિકાએ 9 વિકેટથી જીતી હતી.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ ત્રીટી ટી20 મેચમાં નવ વિકેટે હાર બાદ વિરાટ કોહલીએ એ વાતનો ખુલાસો કર્યો કે ઋષફ પંત અને શ્રેયસ અય્યરમાંથી કોને ચાર નંબર પર રમાડવામાં આવે તને લઈને કન્ફ્યૂઝનની સ્થિતિ ઉભી થઈ હતી. ત્રીજી ટી20 મેચમાં જ્યારે શિખર ધવન આઉટ થયો ત્યારે ઋષભ પંત અને શ્રેયસ અય્યર બન્ને ડ્રેસિંગ રૂમમાંથી એક સાથે બહાર નીકળ્યા હતા.
કોહલીએ કહ્યું કે,‘કોચે તેમને જણાવ્યું હતું કે બેટિંગ ઓર્ડર ફઅલેક્સિબલ છે. બન્નેને આ કહેવામાં આવ્યું હતું કે કોને ક્યારે બેટિંગ કરવા જવાનું છે. પરંતુ ધવન આઉટ થતા જ બન્ને ખેલાડી બેટિંગ માટે તૈયાર થઈ ગયા. જોકે સારી વાત એ રહી કે બન્ને મેદાન પર આવ્યા નહોતા. જો બન્ને બેટિંગ માટે મેદાન પર આવી ગયા હોત તો મેદાન પર ત્રણ બેટ્સમેન જોવા મળતા અને એક હાસ્યાસ્પદ સ્થિતિ બની હોત.’
આપને જણાવી દઈએ કે ગઇકાલે બેંગલુરુ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 સિરીઝની અંતિમ મેચ રમાઈ હતી. આ મેચ સાઉથ આફ્રિકાએ 9 વિકેટથી જીતી હતી. મેચમાં યજમાન ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરીને સાઉથ આફ્રિકાને 135 રનનો સ્કોર આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા સાઉથ આફ્રિકા ટીમે આ સ્કોર માત્ર 17 ઓવરમાં જ મેળવી લીધો હતો.
રિષભ પંત આ મેચમાં પણ માત્ર 19 રન બનાવીને આઉટ થયો હતો. મેચ પછી એવું જાણવા મળ્યું છે કે ભારતીય બેટિંગ દરમિયાન રિષભ પંત અને શ્રેયસ અય્યર વચ્ચે અમુક ગેરસમજ થઈ હતી. શિખર ધવનના આઉટ થયા બાદ બન્ને બેટિંગ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. વિરાટ કોહલીએ કહ્યું કે,‘હાં, તે સમય થોડી ગેરસમજ થઈ હતી. બેટિંગ કોચે(વિક્રમ રાઠોર) બન્ને બેટ્સમેનો સાથે વાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion